(એજન્સી) કોલકાતા,તા.૧૮
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ દાવો કર્યો કે ર૦૧૪માં ભાજપ માત્ર ૩૯ ટકા મતોથી જીતી સત્તા પર આવી હતી. પરંતુ હવે તેનું પુનરાવર્તન નહીં થાય. તેમણે કહ્યું કે આગામી ચૂંટણીમાં તેમનું સૂત્ર ભાજપ હટાવો દેશ બચાવો હશે. લોકો મોદીની કામગીરી જોઈને ચુકાદો આપશે. ર૦૧૪માં ભાજપે આપેલા એક પણ ચૂંટણી વાયદા પુરા કર્યા નથી. તેઓ જર્મનીથી બોલી રહ્યા હતા.
લોકો લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત નહીં આપે જે મજબૂત હશે તેને આપશે. મજબૂત પક્ષો સરકાર બનાવશે. વડાપ્રધાન કોણ હશે તે પછી નક્કી થશે. ર૦૧૯માં દેશમાં ક્રાંતિ જોવા મળશે. મમતા બેનરજીએ ફેડરલ ફ્રંટની રચનાનું આહવાન કરી મોદીના ભારેખમ ગઠબંધનને અટકાવવા હાકલ કરી તમામ વિપક્ષોની એક થવા માટે જણાવ્યું હતું. જેમાં બંગાળ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભાજપ તેના વિરોધીઓ સામે કિન્નાખોરી રાખે છે. ભાજપની સત્તા વાપસી સામે ચેતવણી ઉચ્ચારી કહ્યું છે કે તે પુનઃ સત્તા પર આવશે તો દેશની ઘોર ખોદશે.