(એજન્સી) મુંબઈ, તા.૩૧
એક સિટીઝન ગ્રુપે ૩૦મી મેએ દેશભરમાં ઈવીએમની વિરૂદ્ધ પ્રદર્શનોની જાહેરાત કરી હતી. મુંબઈના આઝાદ મેદાન, દિલ્હીના જંતરમંતર અને અમદાવાદના સરદાર બાગમાં ઈવીએમ સામે વિરોધ પ્રદર્શનો કરાયા હતા. એ ઉપરાંત અલ્લાહાબાદ, ગોવા, પણજી અને અન્ય શહેરોમાં પ્રદર્શનો યોજાયા હતા.
હાલની લોકસભાની ચૂંટણીઓથી બધાને આંચકો વાગ્યો છે અમે શરૂઆતથી કહીએ છીએ કે ઈવીએમ સાથે ભાજપ છેડછાડ કરે છે અને હવે ના આંકડાઓથી સ્પષ્ટ છે કે, ઈવીએમ સાથે છેડછાડ કરાઈ છે. ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર જણાવાયેલ છે કે, મતોની ગણતરી અને અપાયેલ મતો વચ્ચે મેળ થતું નથી. મધ્યપ્રદેશની ર૦૩ વિધાનસભા મતવિસ્તાોરમાં આમ થયું છે. આથી સ્પષ્ટ છે કે, ઈવીએમ સાથે છેડછાડ થઈ છે જેથી આ પરિણામો માની શકાય નહીં સિટીઝન ગ્રુપના એક કાર્યકર્તાએ જણાવ્યું છે.
એમણે કહ્યું કે, સોશિયલ મીડિયામાં પણ લોકો પોતપોતાના મતવિસ્તારોમાં થયેલ ગેરરીતિઓ બાબત જણાવી રહ્યા છે. અમે બધાએ ઈવીએમમાં ખામીઓ જોઈ હતી જેથી અમને એ બાબતે શંકા છે. હજારો ઈવીએમ હોટેલના રૂમમાંથી પણ મળી આવ્યા હતા.
ચૂંટણીના પ્રથમ તબક્કા પછી સમગ્ર મીડિયા કહી રહ્યો હતો કે, ચૂંટણીઓમાં એનડીએને ૧૪૦ બેઠકો ઓછી મળશે. પ૦ ટકા વસ્તી ખેતી ઉપર આધાર રાખે છે. ખેડૂતો નિરાશ છે, નોટબંધીની અસર હજી ચાલુ છે, જીએસટીની ખોટી અમલવારી, વધતી બેરોજગારી અને રાફેલ કૌભાંડના લીધે ભાજપાએ પોતાની પ્રતિષ્ઠા ગુમાવી છે. આ બધા મુદ્દાઓની અસર ચૂંટણી ઉપર થવી જ જોઈતી હતી.
વધુમાં ચૂંટણી પરિણામો પછી સમગ્ર દેશમાં સન્નાટો છવાઈ ગયો છે. મોદીએ ૪પ ટકા મતો મેળવ્યા છે તેમ છતાંય લોકોમાં ઉત્સાહ નથી. આ દર્શાવે છે કે, લોકોને ચૂંટણી પરિણામથી વિશ્વાસ નથી આવતો. એમણે ભાજપની આટલી ભવ્ય વિજયની કલ્પના પણ કરી ન હતી અને એ માટે આ સરકારને ઈવીએમ સરકાર કહી રહ્યા છે.
ચૂંટણીના વાતાવરણમાં અમોએ જોયું કે કઈ રીતે ચૂંટણી પંચ સરકારની તરફેણમાં પૂર્વગ્રહ રાખી કાર્ય કરતો હતો. જે રીતે બંધારણ દ્વારા માન્યતા અપાયેલ અન્ય સંસ્થાઓ મોદીના દબાણ હેઠળ કાર્ય કરે છે એ જ રીતે પંચ પણ કામ કરે છે.
રસપ્રદ વાત એ છે કે, જ્યારે ચૂંટણી પંચને કહેવામાં આવ્યું કે, તમે બેલેટ પેપરથી ચૂંટણી કરાવો ત્યારે પંચે જવાબ આપ્યો કે, અમારી પાસે મસય નથી ખૂબ જ આશ્ચર્ય જનક વાત છે કે, ૬૦ વર્ષથી ચૂંટણીપંચ ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવી રહ્યું છે પણ અત્યારે એમને સમયની અછત દેખાય છે.
ભાજપ પોતાના વિજય માટે પોતાની મહેનતને શ્રેય આપે છે પણ ખરી રીતે એમની મહેનત ઈવીએમ સાથે ચેડા કરવામાં થઈ હતી જેમાં એ સફળ રહ્યા છે. અમે દેશભરમાં ઈવીએમ સામે આંદોલન ચલાવીશું અમારો સૂત્ર છે ઈવીએમ હટાવો દેશ બચાવો, લોકશાહી બચાવો.