મુઝફ્ફરપુર,તા.૨૦
પાકિસ્તાનના પીએમ તરીકે ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજર પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના મંત્રી નવજોત સિધ્ધુની પાકિસ્તાનના સેના પ્રમુખ બાજવાની દેશમાં ચારે તરફ ટીકા થઈ રહી છે.
આ સંજોગોમાં સિધ્ધુની મુશ્કેલીઓ વધી રહી છે. બિહારના મુઝ્‌ઝફરપુરની સ્થાનિક કોર્ટમાં સિધ્ધુની સામે દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે. કેસ કરનાર સુધીર ઓઝાએ પોતાની પિટિશનમાં કહ્યુ છે કે પાકિસ્તાની સેના પ્રમુખને ગળે મળીને સિધ્ધુએ ભારતીય સેનાનુ અપમાન કર્યુ છે. સિધ્ધુની ભાજપ અને અકાલીદળે તો ટીકા કરી જ છે પણ તેની સાથે સાથે ખુદ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ પણ પોતાના નેતાની હરકતથી નાખુશ છે. તેમણે આ માટે જાહેર નિવેદન પણ આપ્યુ છે.
બીજી તરફ સિધ્ધુએ પોતાના બચાવમાં કહ્યુ છે કે કોઈ મારી પાસે આવીને એમ કહે કે આપણે એક જ કલ્ચર સાથે જોડાયેલા છે અને ગુરૂ નાનક દેવના ૫૫૦મા પ્રકાશ પર્વ પર અમે કરતારપુરની સરહદ શીખ શ્રધ્ધાળુઓ માટે ખોલીશું તો હું શું કરતો.