National

દેશમાં ક્યાં વિધાનસભાની અવધિ ક્યારે પૂર્ણ થશે

નવી દિલ્હી, તા. ૧૧
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આડે હવે ગણતરીના દિવસો રહી ગયા છે. ગયા રાજ્યમાં વિધાનસભાની અવધિ ક્યારે પુરી થઇ રહી છે અને રાજ્ય વિધાનસભાની સીટો કેટલી છે તે ચિત્ર નીચે મુજબ છે.
રાજ્ય વિધાનસભાની અવધિ ચૂંટણી બેઠક
આસામ ૨૪મી મે ૨૦૧૬-૨૩મી મે ૨૦૨૧ ૨૦૨૧ ૧૨૬
તમિળનાડુ ૨૩મી મે ૨૦૧૬-૨૨મી મે ૨૦૨૧ ૨૦૨૧ ૨૩૪
પશ્ચિમ બંગાળ ૨૭મી મે૨૦૧૬-૨૬મી મે ૨૦૨૧ ૨૦૨૧ ૨૯૪
કેરળ ૨૫મી મે ૨૦૧૬-૨૪મી મે ૨૦૨૧ ૨૦૨૧ ૧૪૦
ગુજરાત ૨૩મી જાન્યુ ૨૦૧૩-૨૨મી જાન્યુ ૨૦૧૮ ૨૦૧૮ ૧૮૨
નાગાલેન્ડ ૧૪મી માર્ચ ૨૦૧૩-૧૩મી માર્ચ ૨૦૧૮ ૨૦૧૮ ૬૦
કર્ણાટક ૨૯મી મે ૨૦૧૩-૨૮મી મે ૨૦૧૮ ૨૦૧૮ ૨૨૪
મેઘાલય ૭મી માર્ચ ૨૦૧૩-૬ઠ્ઠી માર્ચ ૨૦૧૮ ૨૦૧૮ ૬૦
હિમાચલ ૮મી જાન્યુ ૨૦૧૩-૭મી જાન્યુ ૨૦૧૮ ૨૦૧૮ ૬૮
ત્રિપુરા ૧૫મી માર્ચ ૨૦૧૩-૧૪મી માર્ચ ૨૦૧૮ ૨૦૧૮ ૬૦
મિઝોરમ ૧૬મી ડિસે. ૨૦૧૩-૧૫મી ડિસે ૨૦૧૮ ૨૦૧૮ ૪૦
અરુણાચલ બીજી જૂન ૨૦૧૪-પહેલી જૂન ૨૦૧૯ ૨૦૧૯ ૬૦
રાજસ્થાન ૨૧મી જૂન ૨૦૧૪-૨૦મી જાન્યુ ૨૦૧૮ ૨૦૧૯ ૨૦૦
દિલ્હી ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૫-૧૩મી ફેબ્રુ. ૨૦૨૦ ૨૦૨૦ ૭૦
છત્તીસગઠ ૬ઠ્ઠી જૂન ૨૦૧૪-૫મી જાન્યુ ૨૦૧૯ ૨૦૧૯ ૯૦
સિક્કિમ ૨૮મી મે ૨૦૧૪-૨૭મી મે ૨૦૧૯ ૨૦૧૯ ૩૨
આંધ્રપ્રદેશ ૧૫મી જૂન ૨૦૧૪-૧૪મી જૂન ૨૦૧૯ ૨૦૧૯ ૧૭૫
મધ્યપ્રદેશ ૮મી જાન્યુ ૨૦૧૪-૭મી જાન્યુ ૨૦૧૯ ૨૦૧૯ ૨૩૦
તેલંગાણા ૯મી જૂન ૨૦૧૪-૮મી જૂન ૨૦૧૯ ૨૦૧૯ ૧૧૯
હરિયાણા ૨૬મી ઓક્ટો.૨૦૧૪-૨૫મી ઓક્ટો.૨૦૧૯ ૨૦૧૯ ૯૦
મહારાષ્ટ્ર ૩૧મી ઓક્ટો ૨૦૧૪-૩૦મી ઓક્ટો ૨૦૧૯ ૨૦૧૯ ૨૮૧
ઓરિસ્સા ૨૨મી જૂન ૨૦૧૪-૧૧મી જૂન ૨૦૧૯ ૨૦૧૯ ૧૪૭
ઝારખંડ ૬ઠ્ઠી જાન્યુઆરી ૨૦૧૫-૫મી જાન્યુઆરી ૨૦૨૦ ૨૦૨૦ ૮૧
કાશ્મીર ૧૭મી માર્ચ ૨૦૧૫-૧૫મી માર્ચ ૨૦૨૧ ૨૦૨૧ ૮૭
બિહાર ૨૦મી નવે. ૨૦૧૫-૧૯મી નવે. ૨૦૨૦ ૨૦૨૦ ૨૪૩
રાહુલ ચૂંટાઈ આવતા પાર્ટીમાં ઉજવણી શરૂ
નવીદિલ્હી,તા. ૧૧
કોંગ્રેસ પાર્ટીના નવા પ્રમુખ તરીકે રાહુલ ગાંધી બિનહરીફ ચૂંટાઈ આવ્યા બાદ આની ઉજવણી શરૂ થઇ હતી. રાહુલ ગાંધીની ચૂંટણીમાં કોઇપણ દાવેદાર નહીં હોવાના કારણે ઉજવણી શરૂ થઇ હતી. જો કે, તાજપોશી હવે ૧૬મી ડિસેમ્બરના દિવસે કરવામાં આવશે પરંતુ રાહુલ ગાંધી પાર્ટી પ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાઈ આવવાની જાહેરાત થયા બાદ પાર્ટી કાર્યકરોમાં ઉજવણી શરૂ થઇ હતી. કાર્યકરો ભારે ઉત્સાહિત દેખાયા હતા. રાહુલ ગાંધીને પાર્ટી પ્રમુખ તરીકે બનાવવા છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી રહી હતી. આજે આખરે પાર્ટી પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી.

તાજપોશીની સાથે સાથે
નવીદિલ્હી,તા. ૧૧
જ્ઞ્ ગુજરાત અને હિમાચલમાં વિધાનસભા ચૂંટણીના પરિણામના બે દિવસ પહેલા રાહુલ ગાંધીની પક્ષ પ્રમુખ તરીકેની તાજપોશી થશે
જ્ઞ્ તાજપોશી બાદ આગામી વર્ષે ભવ્ય કાર્યક્રમ યોજાશે
જ્ઞ્ રાહુલ ગાંધી પાર્ટી પ્રમુખ તરીકે સંબોધન કરશે
જ્ઞ્ સોનિયા ગાંધી પણ વિદાય લેતા પ્રમુખ તરીકે સંબોધન કરશે
જ્ઞ્ કાર્યક્રમમાં ૭૦૦થી વધારે કોંગ્રેસી નેતાઓ, પીસીસીના પ્રતિનિધિઓ અને અન્યો ઉપસ્થિત રહેશે
જ્ઞ્ ૨૪ અકબર રોડ ખાતે પાર્ટી હેડક્વાર્ટર પર ભવ્ય કાર્યક્રમ થશે
જ્ઞ્ આજે સાંજે કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ હતી
જ્ઞ્ કોઇપણ માન્ય ઉમેદવાર મેદાનમાં ન રહેતા તાજપોશી આડેની માત્ર ઔપચારિકતા બાકી છે
જ્ઞ્ ગાંધી પરિવારના છઠ્ઠા સભ્ય તરીકે રાહુલ ગાંધી પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારશે
જ્ઞ્ જવાહરલાલ નહેરુ ૧૯૨૯માં પાર્ટી પ્રમુખ બન્યા હતા