(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૮
રાજ્યમાં લેભાગુ ટુર ટ્રાવેલ્સ ઓપરેટરો દ્વારા હાજીઓને છેતરવાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવે છે ત્યારે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયના હજ વિભાગની વબેસાઈટ ઉપર જે ટુર ઓપરેટરોને હાજીઓના કવોટા ફાળવવામાં આવ્યો છે. તે માન્ય પ૬૯ ખાનગી ટુર ઓપરેટરોની યાદી મુકવામાં આવી છે. તેની જાણકારી લીધા પછી જ મુસ્લિમ બિરાદરો ટુર ઓપરેટરને નાણાં આપે તો છેતરવાની શકયતા ન રહે.આ અંગે ભારત સરકારના લઘુમતી મંત્રાલય દ્વારા તાજેતરમાં એક પ્રેસનોટ જારી કરાઈ છે. તેમાં જણાવ્યા મુજબ કેટલાક ટુર ઓપરેટરો હાજીઓને ખોટી ખાતરી અને ખોટા પ્રલોભનો આપી વિશ્વાસમાં લે છે કે તેમને હજ ર૦૧૭ માટે લઘુમતી મંત્રાલય તરફથી હાજીઓને લઈ જવાની પરવાનગી મળેલ છે. મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ વર્ષે ભારતભરના પ૬૯ ખાનગી ટુર ઓપરેટરો વચ્ચે ૪પ૦૦૦ હાજીઓની ફાળવણી કરવામાં આવી છે તે ખાનગી ટુર ઓપરેટરોની યાદી લઘુમતી બાબતોના મંત્રાલયની વેબસાઈટ ુુુ. દ્બૈર્હિૈંઅટ્ઠકકટ્ઠૈજિ. ર્ખ્તદૃ.ૈહ તથા ુુુ.રટ્ઠદ્ઘ.ર્ખ્તદૃ. ૈહ ઉપર ઉપલબ્ધ છે. જે હજ ઈચ્છુકો ખાનગી ટુર ઓપરેટરો દ્વારા હજજે બયતુલ્લાહ જવા ઈચ્છતા હોય તેમણે પ્રથમ ઉપરોકત વેબસાઈટ ઉપર ટુર ઓપરેટર અંગે તપાસ કરી અગમચેતી દાખવવા જણાવ્યું છે. જેથી કોઈ પણ હાજીઓની સાથે કોઈપણ જાતની છેતરપિંડી કે ઠગાઈનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં એમ ગુજરાત સ્ટેટ હજ-ઝિયારત ટુર ઓર્ગેનાઈઝર એસોસિયેશનના પ્રમુખ-સેક્રેટરી તથા કારોબારી સભ્યોની યાદીમાં જણાવ્યું છે.