અમદાવાદ,તા.૨૯
ડિસ્કવરી ચેનલના પ્રખ્યાત શો મેન વર્સીસ વાઇલ્ડમાં ટૂંક સમયમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નજર આવશે. ઇન્ટરનેશનલ ટાઇગર્ડ ડેના અવસર પર શોના સ્ટાર બેયર ગ્રિલ્સે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર માહિતી આપી કે વડાપ્રધાન મોદીની સાથે ભારતમાં વન્ય જીવ સંરક્ષણ માટે કેટલાંય ઉપાયોને લઇ તેમણે ખાસ કાર્યક્રમ શુટ કર્યો છે. પીએમ મોદી પ્રખ્યાત શો પ્રેઝન્ટર સાથે ભારતની વિશાળ કુદરતી વિવિધતા અને પ્રકૃતિ સંરક્ષણ ઉપાયો પર ચર્ચા કરતાં દેખાશે. ત્યારે આ મુદ્દે હવે રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. પીએમ મોદીના આ કાર્યક્રમ અંગે અર્જુન મોઢવાડિયા આક્રામક થઇ ગયા છે. અને તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિસ્કવરી પરના શો મેન વર્સીસ વાઈલ્ડ કાર્યક્રમ મુદ્દે અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, દેશ સંકટમાં ગુજરી રહ્યો છે, બિહાર અને અન્ય રાજ્યોમાં પૂરના કારણે મોટું નુકસાન થયું છે ત્યાં જ સોનભદ્રમાં મોબ લિચિંગ થયું ત્યાં જવાની પીએમને ફૂરસ્ત નથી અને મેન વર્સીસ વાઈલ્ડમાં અનેક સીન છે એ કાર્યક્રમ અરૂચિગત છે. ત્યાંજ મોઢવાડિયાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, પીએમ તરીકે અરૂચિગત શોમાં જવાના બદલે દેશના લોકો વિશે ચિંતા કરે.
ઉલ્લેખનીય છે કે, બેયર ગ્રિલ્સે ટ્‌વીટ કરી કે ૧૮૦ દેશોના લોકો ટૂંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અજાણી બાબતથી પરિચિત થશે. પીએમ મોદી બતાવશે કે કેવી રીતે ભારતમાં વન્ય જીવોના સંરક્ષણ માટે જાગૃતતા અભિયાન અને ભૌગોલિક પરિવર્તનો માટે કામ થઇ રહ્યું છે. આ શોમાં મારી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડિસ્કવરી પર ૧૨મી ઑગસ્ટના રોજ જુઓ. આ ટ્‌વીટની સાથે પ્રખ્યાત શો પ્રેઝન્ટરે ઈંપીએમમોદીઓનડિસ્કવરી પણ ટ્‌વીટ કર્યું છે.