National

દેશના પાયા ઉપર ભાજપ દ્વારા કરાયેલ હુમલો વેદનાકારી : રાહુલ ગાંધી

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર અને કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેની તીવ્ર આલોચના કરી હતી. અનંતકુમારની બંધારણને સુધારવાની ટિપ્પણીની આલોચના કરતા રાહુલે કહ્યું આ વાત દુખદાયી છે. દેશના પ્રતિષ્ઠાન ઉપર સીધી રીતે અને ગેરમાન્ય રીતે હુમલો કરવામાં આવી રહ્યું છે.
રાહુલે કહ્યું કે દેશના પ્રતિષ્ઠાન બંધારણ ઉપર હુમલો થઈ રહ્યું છે એનાથી વધુ પીડાજનક વાત કઈ હોઈ શકે. જે બંધારણ કોંગ્રેસ અને આંબેડકરે અમને આપ્યું છે એ હાલ હુમલાઓ હેઠળ છે જે હુમલાઓ ભાજપના વરિષ્ઠ નેતાઓ કરી રહ્યા છે.
આજે આપણા દેશમાં જુઠ્ઠાણાઓ અને છેતરપિંડીની જાળ રચાઈ છે. ભાજપ જુઠ્ઠાણાઓ જ ચલાવે છે એમના મતે ફક્ત આના આધારે જ રાજકીય લાભ મેળવી શકાશે. પણ અમારો મુખ્ય સિદ્ધાંત ફક્ત સત્ય જ છે અમે સત્યને સ્વીકારીએ છીએ. સત્ય માટે કાર્ય કરીએ છીએ અને સત્ય માટે લડીશું. અમારા અને ભાજપમાં આ જ તફાવત છે. બંધારણ જ્યારે આપણા માટે ઘડાયો હતો ત્યારે એ ઐતિહાસિક ક્ષણો હતી. એ દિવસે અમોએ નિર્ણય કર્યો હતો કે પ્રત્યેક ભારતીય રંગ, જાતિ, ધર્મને બાધ આપ્યા સિવાય બધા જ પ્રકારના અધિકારો સમાન રીતે ભોગવશે. બધાના અધિકારોનું રક્ષણ કરવાની અમારી ફરજ છે. ભલે અમને સહન કરવું પડે તોય અમે એને છોડીશું નહીં. અમે સત્યનો રક્ષણ કરીશું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.