(એજન્સી)
નવી દિલ્હી, તા.૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નવા મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈને અભિનંદન પાઠવી કહ્યું હતું કે, તેમનો અનુભવ અને શાણપણ દેશ માટે ફાયદાકારક રહેશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ (૬૩)ને મુખ્ય ન્યાયમૂર્તિ પદની શપથ લેવડાવી હતી. તેમની મુદ્દત ૧૩ માસ રહેશે. તેઓ ૧૭ નવેમ્બર, ર૦૧૯ના રોજ નિવૃત્ત થશે. વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવી કહ્યું કે, એક બુદ્ધિશાળી, ઠરેલ અને અનુભવી કાનૂનવિદ્ની સેવાઓ દેશ માટે ફળદાયી રહેશે. ગોગોઈ પહેલ મુખ્ય ન્યાયમૂર્તિ છે જ પૂર્વોત્તરથી આવે છે. તેઓ દીપક મિશ્રાના અનુગામી બન્યા હતા.
મુખ્ય ન્યાયમૂર્તિ ગોગોઈની બૌદ્ધિકતા દેશને લાભકારી થશે : વડાપ્રધાન મોદી

Recent Comments