(એજન્સી) ફૈઝાબાદ,તા.૧૦
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બુધવારે કહ્યું કે દેશની પ્રગતિમાં અન્ય ધર્મોના લોકોની સાથે મુસ્લિમોનો પણ બરાબર ભાગ છેે. તેવામાં બધાએ સાથે મળીને વાતચીત કરવી જોઇએ. યાદવ પૂરા બ્લોકના મડના સ્થિત રાજબલી સ્મારક ઇન્ટર કોલેજમાં ક્રાંતિ દિવસ પર સ્વતંત્રતા સંગ્રામ સેનાની રાજબલી યાદવની ૧૮મી પુણ્યતિથિ પર આયોજિત ‘દેશ બચાવો-દેશ બનાવો’ સંમેલન તથા પ્રતિમા અનાવરણ સમારોહમાં સામેલ થયાં હતાં. અખિલેશ યાદવે કહ્યું કે સમાજવાદી સરકારના દેશમાં શ્રેષ્ઠ આગરા એક્સપ્રેસ-વે માર્ગ બનાવવામાં આવ્યો હતો.તેવો બીજો માર્ગ વડાપ્રધાન અને મુખ્યમંત્રી બનાવી ન શકે, કારણ કે તેઓ ક્યાંક બીજે ફંસાયેલા છે. તેમણે આરોપ લગાવ્યો કે પ્રદેશમાં ભાજપની સરકાર આવતાં જ પૂર્વાચલ એક્સપ્રેસ-વેને ખોરી દેવામાં આવ્યો હતો.