(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની વોર્ડ નં.૧૩ ની એક બેઠકની પેટા ચુંટણી માટે કોંગ્રેસે આજે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું. જેમાં તત્કાલીન કાઉન્સીલર જીતુ ઠાકોરનું અવસાન થતા કોંગ્રેસે તેમના પુત્ર દેવાંગ ઠાકોર પર પસંદગી ઉતારી તેને ઉમેવડોદરા મ્યુનિ. કોર્પોરેશનના વોર્ડ નં.૧૩ ના તત્કાલીન કાઉન્સીલર જીતુભાઇ ઠાકોરનું અવસાન થતા એક બેઠક ખાલી પડી હતી. ૬૪ હજાર મતદારો ધરાવતા આ ઇલેકશન વોર્ડમાં પછાત વર્ગની એક બેઠક માટે એક વર્ષનાં કાર્યકાળ માટે ચુંટણી યોજાશે. જે અંગે કોર્પોરેશન દ્વારા જાહેરનામુ પણ પ્રસિદ્ધ થઇ ચુક્યું છે. કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવાર તરીકે સ્વ. જીતુભાઇ ઠાકોરનાં પુત્ર દેવાંગ ઠાકોરનું નામ જાહેર કર્યું છે. આગામી ૫મી ઓકટોબર સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે અને ટુંક સમયમાં ભાજપ દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કરાઇ તેવી શકયતા છે.
પેટા ચૂંટણી માટે કોંગ્રેસે જીતુ ઠાકોરના પુત્ર દેવાંગને ટિકિટ ફાળવી

Recent Comments