(એજન્સી) તા.૮
જાણીતા પૌરાણિક કથાકાર, લેખક અને કટાર લેખક દેવદત્ત પટનાયકે જ્યારે કુદરત સામે વિરોધ અને પ્રતિકાર કઇ રીતે નિષ્ફળ રહ્યો એવું ટ્‌વીટ કર્યુ ત્યારે તેઓ સબરીમાલામાં મહિલાના પ્રવેશની મોટી તસવીર તરફ નિર્દેશ આપી રહ્યા હતા. તેમણે રવિવારે ટ્‌વીટ કરતાં જણાવ્યું હતું કે જ્યારે કેટલાક કવિઓએ સંસ્કૃત પર સ્થાનિક ભાષા પસંદ કરી તો કેટલાક બ્રાહ્મણોએ તેનો વિરોધ કર્યો જ્યારે નિમ્ન જ્ઞાતિના લોકોએ મંદિરમાં પ્રવેશની માગણી કરી તો કેટલાક બ્રાહ્મણોએ તેનો વિરોધ કર્યો.
જ્યારે મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરવા માગે છે ત્યારે કેટલાક બ્રાહ્મણોએ તેનો વિરોધ કર્યો. વિરોધ કાયમ માટે ચાલતો નથી. કુદરતી સ્થિતિસ્થાપક અને ધૈર્યવાન હોય છે. મરાઠીમાં સંત જ્ઞાનેશ્વરે ભાગવત ગીતા પર લખ્યું ત્યારે તેમને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મહિલાઓએ બ્રાહ્મણવાદી જ્ઞાતિ વ્યવસ્થાને સતત પડકાર ફેંક્યો છે.
૧૯મી સદીમાં દ.ત્રાવણકોરમાં નાયરની સર્વોપરીતા સામે ચનાર મહિલાઓએ કરેલ પ્રતિકાર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. શું ભારતીય ઇતિહાસમાંથી બી આર આંબેડકર દ્વારા હાથ ધરવામાં આવેલ મંદિર પ્રવેશ ચળવળને કોઇ ભૂંસી શકે તેમ છે ? તેમણે વાસ્તવિક માનવ અધિકારો અને રાજકીય ન્યાય માટે કલારામ મંદિર નાસિક ખાતે ૧૯૩૦માં મંદિર પ્રવેશ ચળવળનું નેતૃત્વ પણ સંભાળ્યુ હતું. શું હિંદુઓમાં હતાશ વર્ગોના સામાજિક દરજ્જામાં મંદિર પ્રવેશ એ પ્રગતિનું આખરી ધ્યેય છે ? કે પછી તે માત્ર પ્રથમ પગલું છે અને જો પ્રથમ પગલું હોય તો આખરી ધ્યેય શું છે ? આખરી ધ્યેય તરીકે મંદિરના પ્રવેશને હતાશ વર્ગો ક્યારેય સમર્થન આપી શકે નહીં. તે માત્ર તેને નકારશે જ નહીં પરંતુ ત્યાર બાદ હિંદુ સમાજ તેમને નકારશે.