(એજન્સી) લખનૌ, તા. ૫
ઉ.પ્ર. પોલીસ વડાની ચેતવણીની અવગણના કરી ઉ.પ્ર. પોલીસના અધિકારીઓએ આજે વિવેક તિવારીની હત્યાના આરોપી કોન્સ્ટેબલોના સમર્થનમાં કાળીપટ્ટીઓ બાંધી હતી.
પોલીસ કોન્સ્ટેબલ સરવેશ ચૌધરીએ આ પહેલા યુપી પોલીસ વડાના આદેશને પડકાર્યો હતો જેમાં એમણે કોન્સ્ટેબલોને બરતરફ કર્યા હતા. આરોપી કોન્સ્ટેબલ ચૌધરીને બરતરફ કરાયા છે અને એમની સામે ખાતાકીય તપાસ શરૂ કરાઈ છે.
પોલીસ અધિકારીઓએ વિરોધોની નોંધ લઈ તપાસ આદરી છે. ડીજીપી કચેરીના અધિકારીએ કહ્યું અમને જાણવા મળ્યું છે કે અમુક પોલીસોએ કાળીપટ્ટી બાંધી વિરોધો કર્યા છે. અમે એમાં તપાસ કરી વિગતો મેળવી રહ્યા છીએ, દોષી જણાવેલ પોલીસો સામે પગલા લેવામાં આવશે.
યુપી પોલીસે બધા પોલીસોને આદેશ આપી ચેેતવણી આપી છે કે જે કોઈપણ સોશ્યલ મીડિયા ઉપર આરોપી પોલીસોના સમર્થનમાં ટિપ્પણી લખશે તો અમેની સામે સખત પગલા લેવામાં આવશે.
જો કે એવા અહેવાલો પણ મળ્યા છે કે એક આઈપીએસ અધિકારી આરોપી પોલીસની પત્નીને આર્થિક મદદ કરવા ફાળો ભેગો કરી રહ્યા છે. જે પણ વિરોધનો એક ભાગ જ છે.