(એજન્સી) તા.૨૧
નાગાલેન્ડમાં સિવિલ સોસાયટીના સંગઠનોએ કાર્યકારી ડીજીપી રૂપિન શર્માને હોદ્દા પરથી હટાવવાની રાજ્ય સરકારની ચાલને અટકાવવા જૂનના પ્રથમ સપ્તાહથી જોરદાર આંદોલન શરુ કર્યુ છે. રૂપિન શર્મા નાગાલેન્ડ કેડરના ૧૯૮૨ની બેચના આઇપીએસ અધિકારી છે કે જમણે જુદા જુદા પદ પર રાજ્યમાં ૨૬ વર્ષથી સેવા બજાવતા આવ્યા છે એ તેમને વ્યાપક રીતે સક્ષમ બ્યુરોક્રેટ માનવામાં આવે છે અને પોલીસ તંત્રમાં ધરખમ સુધારા કરવાનો યશ તેમને આપવામાં આવે છે.
નવે.૨૦૧૭થી તેમની કાર્યકારી ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નાગાલેન્ડ પબ્લિક રાઇટ્સ અવેરનેસ એન્ડ એક્શન ફોરમ (એનપીઆરએએેએફ) દ્વારા કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મેાદીને અનુ.૬ અને ૮ જૂનના રોજ લખવામાં આવેલ પત્રો સાથે જાહેર અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી જૂથો અને સિનિયર સિટીઝન દ્વારા સમર્થિત આ ચળવળને ૧૮ જૂનના રોજ વ્યાપક સમર્થન મળ્યું હતું કે જ્યારે રાજ્યના જુદા જુદા ભાગોમાં સહી ઝુંબેશ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. આવું જ એક ક્ેન્દ્ર નેઇફ્યુરિયો સરકારને નિર્ણય સાથે આગળ વધતી અટકાવવા માટે ફરજ પાડવા ૧૯ જૂનના રોજ પાટનગર કોહિમામાં પોલીસ હેડક્વાર્ટરની સામે જ શરુ કરવામાં આવ્યું હતું. આ સહી ઝુંબેશ કેન્દ્રોનું સંચાલન કરી રહેલા સ્વયંસેવકોને ટાંકીને સ્થાનિક મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે સહી ઝુંબેશ ૨૧ જૂન સુધી રાજ્યભરમાં ચાલુ રહેશે. ૨૦ જૂનના રોજ એનપીઆરએએએફના પ્રમુખ હિતોસુએ જણાવ્યું હતું કે અત્યાર સુધી જાહેર સહી ઝુંબેશમાં ૧૧૦૨૭ સહીઓ થઇ છે અને આવતી કાલ સુધીમાં સહીઓની સંખ્યામાં ચોક્કસપણે વધારો થશે. રાજ્યમાં ફેસબુક પર સૌથી મોટુ ગ્રુપ એવા નાગા મિરરના સંસ્થાપક હિતોસુએ અન્ય ત્રણ યુવા સંગઠનો સાથે ડીજીપી શર્માને હટાવવાની હિલચાલનો વિરોધ કરવા નાગાલેન્ડના ચિંતિત લોકોના નામે એટલે કે કન્સર્ન્ડ પીપલ ઓફ નાગાલેન્ડના નામે એક જૂથની રચના કરવામાં આવી છે. તેમણે દિમાપુરથી પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા સ્વયંસેવકો કોહિમા અને દિમાપુરમાં સહીઓ એકત્ર કરી રહ્યા છે. અમે સહીઓની ગણતરી આવતી કાલે હાથ ધરીશું પરંતુ હું અંદાજે કહી શકું છું કે અત્યાર સુધીમાં ૧૬૦૦૦ સહીઓ એકત્ર કરવામાં આવી છે. આવતીકાલે અમે દિમાપુર ખાતે મળીશું અને ત્યારબાદ આગામી કાર્યક્રમ ઘડી કાઢીશું.
DGP રૂપિન શર્માને હટાવવા સામે નાગાલેન્ડ સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન્સનો ઉગ્ર વિરોધ

Recent Comments