(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૦
આજે હેબીયર્સ કોપીર્યસ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ફરિયાદીની રજૂઆત હતી કે મારી દીકરીઓ દબાણમાં આવી વીડિયો જાહેર કરી રહી છે તથા અમારી જાણ બહાર બાળકોને બેંગ્લોરથી અમદાવાદ લઈ જવાયા હતા. બપુષ્પક સોસાયટીમાં રાખવામાં આવતા બાળકો પર અત્યાચાર થતો હોય તેવી સંપૂર્ણ શકયતા છે. આ રજૂઆતને પગલે રાજ્ય સરકાર, ડી.જી.પી. સાહિતનાઓને ગુજરાત હાઇકોર્ટે નોટિસ ફટકારી છે. આગામી સુનાવણી ૨૬મી નવેમ્બરે હાથ ધરવામાં આવશે. અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. નંદિતાના પિતાએ હાઇકોર્ટમાં હેબિયેસ કૉર્પસ દાખલ કરી છે. યુવતીના પિતા જનાર્દન શર્માએ આક્ષેપ કર્યો હતો કે, પોતાની દિકરી નંદિતાને આશ્રમ દ્વારા ગોંધી રાખવામાં આવી છે. અને તે માત્ર મોબાઇલ વીડિયોના માધ્યમથી જ વાત કરે છે. જનાર્દન શર્માએ આશ્રમ પર ગંભીર આરોપ લગાવ્યો કે, આશ્રમમાં ઘણી આશ્ચર્યજનક ઘટનાઓ બની રહી છે. જોકે કઈ આશ્ચર્યજનક ઘટના છે તે અંગે તેઓએ ખુલાસો કરવાનું ટાળ્યું હતું. જોકે દીકરી સાથે મુલાકાત થાય તે હેતુથી પોલીસ ફરિયાદ દાખલ કરી હોવાનું જનાર્દન શર્માએ જણાવ્યું હતું. અમદાવાદના હાથીજણ સ્થિત નિત્યાનંદ આશ્રમનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં ગુંજશે. યુવતીના પિતા પોતાના વકીલની મદદથી હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી છે. મહત્વનું છે કે યુવતીના પિતાને પોતાની દિકરીને મળવા ન દેવાતા હવે યુવતીના પિતાએ આ નિર્ણય કર્યો છે. જો કે આ કેસમાં આશ્રમ સંચાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. આ ફરિયાદમાં સ્વામી નિત્યાનંદ, મા પ્રાણપ્રિયા અને અન્ય સાગરીતો સામે ગુનો નોંધાયો છે. જેમાં બાળકો પાસે મજૂરી કરાવવી, ગેરકાયદે બાળકોને ગોંધી રાખવા તથા અપહરણ કરવા જેવી કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ત્યારે આ તરફ યુવતીના પિતાએ આશ્રમ સંચાલકો સામે ગંભીર આરોપ લગાવ્યા છે. યુવતીના પિતાની જો વાત માનીએ તો આશ્રમ સંચાલકો દ્વારા તેમને ફોન પર ધમકી આપવામાં આવી રહી છે. જેમાં બળાત્કાર અને મની લોન્ડરિંગના ગુનામાં ફસાવી દેવાની ધમકી મળી રહ્યાનો ખુલાસો કર્યો છે. જો કે આ તમામ ગતિવિધિ વચ્ચે યુવતીના પિતાએ પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે. યુવતીના પિતા જનાર્દન શર્માએ જણાવ્યું હતું કે આજે અમે ન્યાય માટે હેબિયર્સ કોપર્સ દાખલ કરી છે. વર્ષ ૨૦૧૩માં મેં મારા સંતાનને આશ્રમમાં મૂક્યા હતા. ત્યારબાદ ૨૦૧૫ના અંતમાં હું પણ આશ્રમમાં જોડાયો હતો. ત્યાં હું નિત્યાનંદના પીઆરઓ તરીકે કામ કરતો હતો. સ્વામી નિત્યાનંદે મને ફોન કરીને આ કામ ઓફર કર્યું હતું. મેં ૨૦૧૯માં આશ્રમ છોડયો. વીડિયો કોલ કરી મારી દીકરી મારી જોડે વાત કરે છે. આશ્રમમાં ઘણી આશ્ચર્યજનક ઘટનાઓ બની છે. જે હું કહેવા નથી માંગતો. મારા જ બાળકોને મળવા મારે પોલીસ ફરિયાદ કરવી પડે છે. કોર્ટ પર અમને ભરોસો છે. આજે મારા પર મારી દીકરી દ્વારા ખોટા આક્ષેપ કરવામાં આવ્યો છે. મારી દીકરીએ આશ્રમના દબાણમાં આવીને નિવેદન કર્યા છે.