જૂનાગઢ, તા.૨
પાસપોર્ટ વેરીફિકેશન માટેની લાંબી પળોજણમાંથી આખરે ભારતના નાગરિકોને છૂટકારો મળ્યો છે અને હવે નવા રૂલ્સ મુજબ પાસપોર્ટ મેળવનાર અરજદારને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે તેમ જાણવા મળે છે. પાસપોર્ટ માટેના નિયમમાં ઘણી વિસંગતતાઓ હતી અને પાસપોર્ટ મેળવવા માટે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું હતું. ખાસ કરીને જે અરજદાર પાસપોર્ટ મેળવવા માંગતા હોય તેને પોલીસ વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશનમાં વારંવાર ધક્કા ખાવા પડતા હતા અને પોલીસ અભિપ્રાય મળ્યા બાદ પાસપોર્ટ મળતો હતો. પરંતુ નવા રૂલ્સ મુજબ તા.૧ જૂનથી હવે પાસપોર્ટ મેળવવા માંગતા અરજદારને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે અને જે તે સ્થળ ઉપર પોલીસ ખરાઈ કરી અને તાત્કાલિક રિપોર્ટ ઈસ્યુ કરી દેશે તેમ જાણવા મળે છે. ટૂંકમાં અરજદારના ઘરે હવે પોલીસ આવી પહોંચશે અને આ રીતે પાસપોર્ટ વિધિમાં સરળ બની જશે.