નવી દિલ્હી, તા. ૨૪
ફિલ્મ પદ્માવતી અંગે હવે વિરોધ લોહિયાળ થઇ રહ્યો છે. રાજસ્થાનના જયપુર પાસે આવેલા નાહરગઢના કિલ્લામાં એક શખ્શની લટકતી લાશ મળી આવી છે. મૃતદેહ પાસે એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં લખ્યું છે કે, આ શખ્સ સ્ક્રીનિંગના વિરોધમાં પદ્માવતીનું પૂતળું બાળવાથી નારાજ હતો. નોટ અનુસાર તેણે કહ્યું કે, તે ફિલ્મ પદ્માવતી અંગે આત્મહત્યા કરી રહ્યો છે. તેના શરીર પર લખ્યંુ હતું ‘પદ્માવતીનો વિરોધ’. જોકે, ઘટનસ્થળ પર એક પથ્થર મળી આવ્યો છે જેના પર લખ્યું હતું કે, ‘અમે ફક્ત પૂતળાં લટકાવતા નથી’, જેના કારણે તેની હત્યા થઇ હોવાની પણ શંકા જાય છે. પોલીસ આ મામલે તપાસમાં લાગી ગઇ છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ આત્મહત્યા છે પછી હત્યા. કિલ્લા પર લટકતી મળેલી લાશની ઓળખ જયપુરના ચેતન સૌનીના રૂપમાં થઇ છે જે ઘરે જ્વેલરી અને હાથબનાવટની વસ્તુઓ બનાવી વેચી રહ્યો હતો. પોલીસે લાશને કિલ્લા પરથી ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી અને હજુ તે આગળ તપાસ કરી રહી છે. સૈનીની ગુરૂવારે સાંજે ૫.૩૦ કલાકે પોતાની પત્ની સાથે છેલ્લીવાર વાત થઇ હતી તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ડીસીપી સત્યેન્દ્રસિંહે જણાવ્યું હતુ ંકે, આ હત્યા છે કે પછી આત્મહત્યા તેની તપાસ કરાઇ રહી છે. સિંહે કહ્યું કે, ઘટના નજીક પડેલા પથ્થર પર કાંઇ લખાણ લખેલું હતું જે પદ્માવતી સાથે સરખાવવામાં આવ્યું છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે આ કોણે લખ્યંુ હશે. અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે, તેના પરિવાર અનુસાર તે કોઇ તાંત્રિત વિધિમાં સામેલ નહોતો. છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવા અંગે દેખાવો ચાલી રહ્યા છે જેમાં મધ્યપ્રદેશ અને ગુજરાતમાં તો ફિલ્મની રીલિઝ પર પ્રતિબંધ મુકાઇ ગયો છે. કેટલાક કટ્ટરવાદી હિંદુ સંગઠનોએ દીપિકા પાદુકોણ અને ફિલ્મના નિર્માતા સંજયલીલા ભણસાલીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. આ ઘટના અંગે ટીપ્પણી કરતા રાજપૂત નેતા ગિરિરાજસિંહ લોટવારાએ જણાવ્યું છે કે, આ એક તપાસનો વિષય છે. પદ્માવતી એક સળગતો મુદ્દો છે અને આમાં કાંઇ પણ બની શકે છે. આવી ધમકીઓ અને પ્રોત્સાહન આપવા માટે કોઇ સંગઠન આવી ઘટનાને અંજામ ન આપે. રાણી પદ્મીનીની વાર્તામાં કહેવાતી પદ્માવતી મુસ્લિમ શાસક અલાઉદ્દીન ખિલજી દ્વારા પકડાવાની બીકે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. જોકે, ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજી અને પદ્માવતી વચ્ચે પ્રણય સીન્સ દર્શવવાના વિરોધમાં શ્રી રાજપૂત સેનાએ ગુસ્સો ઠાલવ્યો છે. દેખાવોને પગલે આ ફિલ્મની રિલીઝરોકી દેવામાં આવી છે.

આ હત્યા છે, મારો ભાઇ આત્મહત્યા ના કરી શકે : નાહરગઢ કિલ્લાના પીડિતનો ભાઇ


નવી દિલ્હી, તા. ૨૪
જયપુરના કિલ્લા નાહરગઢમાં રહસ્યમય રીતે લટકેલી લાશ અને તેની સાથે ધમકીભર્યા લખાણ મળી આવ્યાના કલાકોમાં જ મોતને ભેટેલાના ભાઇએ આ ઘટનાને હત્યા સાતે સાંકળી છે અને ઘટનામાં તપાસ કરવા માગ કરી છે. પદ્માવતી ફિલ્મના વિરોધમાં હત્યાની ધમકી સાથે જયપુરના કિલ્લામાં લટકતી લાશરૂપે મળી આવેલી વ્યક્તિના ભાઇ રામ રતન સૈનીએ જણાવ્યું હતું કે, પથ્થરો પર લખાયેલા લખાણ સાથે મોતને કોઇ સંબંધ નથી. મારો ભાઇ ક્યારેય આત્મહત્યા કરી ના શકે, આ એક હત્યા છે. આ મોત અંગે હું તપાસની માગ કરીશ. જયપુરના શાસ્ત્રી નગરમાં રહેતો ચેતન સૈનીની જયપુરનાકિલ્લામાં લટકતી લાશ મળી આવી હતી જેની બાજુમાં પથ્થરો પર લખાણ પણ લખેલું હતું. એક પથ્થર પર પદ્માવતીનો વિરોધ અને બીજા પથ્થર પર લખ્યું હતું કે, અમે ફક્ત પૂતળા બાળતા નથી પરંતુ માણસોને પણ બાળીએ છીએ. અન્ય મેસેજમાં લખાયું હતું કે, ચેતન તાંત્રિક માર્યો ગયો, જે તેના શરીરની નજીકના લખાણમાં જ હતું. આ તમામ લખાણો પદ્માવતી ફિલ્મ વિવાદ સાથે જ જોડાયેલા હોય તેવું લાગી રહ્યું હતું. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે સવારે વોકિંગ પર નીકળેલા લોકોએ લટકતી લાશ જોઇ હતી અને પોલીસને જાણ કરી હતી. પહેલી નજરેએવું લાગતું હતુ ંકે, આ વ્યક્તિએ આત્મહત્યા કરી છે પરંતુ બાદમાં આસપાસની સ્થિતિ જોતા શંકાસ્પદ મોત અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, પદ્માવતી ફિલ્મના વિરોધમાં રાજપૂત કરણી સેના સમગ્ર દેશમાં રીલિઝનહીં થવાદેવાની ધમકી આપી રહી છે.