સાવરકુંડલા,તા.૧પ
કુંકાવાવ તાલુકાના રોડ વાવડી ગામમાં ૫૦ લાખના વિકાસના કાર્યોનું વિરોધ પક્ષનાનેતા પરેશભાઈ ધાનાણીએ લોકાર્પણ કર્યું હતું.
બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરનું માદરે વતન અને કુંકાવાવ તાલુકાનું રોડ વાવડી ગામમાં રાજ્ય સભાના સાંસદ શ્રી મધુસુદન મિસ્ત્રી દ્વારા વિકાસના કાર્યો માટે દસ લાખની ગ્રાન્ટ ફાળવી હતી. તેમજ અન્ય વિકાસના કાર્યોમાં એટીવીટી, જીલા આયોજન સહિતની ગ્રાન્ટ મળી કુલ ૫૦ લાખના વિકાસના કામોનું આજે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેસ ધાનાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર, સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, સુરેશભાઈ કોટડીયા, તાલુકા પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, સરપંચ દિનેશભાઇ સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રોડવાવડી મુકામે ગામના વતની અને લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના પ્રમુખ સ્થાને આયોજિત વિકાસના કાર્યોના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે, રોડ વાવડીના વિકાસ માટે રૂપિયા દસ લાખ રાજ્યસભાના સાંસદ મધુસૂદનભાઈ મિસ્ત્રી દ્વારા ફાળવી ગામના વિકાસના કાર્યોમાં સહકાર આપવામાં આવ્યો હોવાનું જણાવી આ વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી દ્વારા પણ આ વિસ્તારમાં પૂરતા વિકાસના કામો કરવામાં આવી રહ્યા હોવાનું અંતમાં જણાવ્યું હતું.