ધંધુકા, તા.૬
ધંધુકા ખાતે વડાપ્રધાન મોદીની સભા યોજાઈ હતી. જેમાં તેમણે વિકાસના મુદ્દાનું ગાણું ગાયું હતું.
પ૯ ધંધુકા વિધાનસભા મત વિસ્તાર માટે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનાર કાળુભાઈ ડાભીના ચૂંટણી પ્રચારાર્થે આજરોજ વડાપ્રધાન મોદી આવ્યા હતા જેમાં તેમણે ધંધુકા, રાણપુર, બરવાળાની પાણીની સમસ્યા દૂર કરી હોવાનું જણાવી પાણીની તકલીફ દૂર થઈ હોવાનું જણાવ્યું હતું. અગાઉ લોકો ધંધુકામાં છોકરી દેતા સ્પષ્ટ ના પાડી દેતા હતા. હવે એ દિવસો દૂર થઈ ગયા છે.
ઉપરાંત ધોલેરા સર વિશે તેમણે જણાવ્યું હતું તથા વર્ષો અગાઉ ધંધુકા ખાતે રોકાઈ ભડથાનું શાક ખાધું હોવાનો પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. જો કે આજના ભાષણમાં તેમની તેજાબી છટા કયાંક ગાયબ થઈ ગઈ હોય તેમ જણાતું હતું.
આજની આ જાહેર સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાળી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, શંકર વેગડ પ્રદિપસિંહ, લાલજી મેર સહિત ભાજપના આગેવાનો – કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.