અમદાવાદ, તા.૨૫
ધંધુકા ખાતે મીઠા અવાડાના ચોકમાં આવેલ હઝરત ગેબનશાહ પીર દરગાહ કબ્રસ્તાનની ૧૩૮૬૧ ચો.મી. જમીન દરગાહના વહીવટકર્તાએ પોતે જમીનના માલિક ન હોવા છતાં સદર જમીનોનું ધંધુકાના વતની અને ભાજપના મુસ્લિમ અગ્રણીને તા.૧૬-૩-ર૦૦૭ના રોજ વેચી નાંખી હતી જે અંગે અમદાવાદના શેરૂમિયા શેખે વાંધાઅરજી તથા પુરાવા રજૂ કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા અને કોઈ રજૂઆત કે ફરિયાદનો જવાબ આપવા તસ્દી લેવાઈ ન હતી. ઉક્ત ગેબનશાહ પીર વકફની મિલકત હોવા અંગે માહિતી અધિકાર કાયદા હેઠળ તા.ર૬-૯-ર૦૧૪ના રોજ માહિતી માંગી હતી જેમાં તેમને એવો જવાબ આપવામાં આવ્યો હતો કે સદર મિલકતની નોંધણી (રજિસ્ટર) અત્રેની કચેરીમાં થયેલ નથી જેથી બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે તેમણે વકફ બોર્ડમાં તા.૧૭-૯-૧૬ના રોજ અન્ય વકફની મિલકતની નોંધણી અંગે માહિતી માંગતાં તેમને આ મિલકતની નોંધણી અંગેની જાણ થતા આ મિલકતની નકલ આપવામાં આવી હતી જેમાં ઉક્ત મિલકતની તા.ર૩-૬-૧૯પ૩ના રોજ ટ્રસ્ટમાં અમદાવાદ ખાતે નોંધણી થયાનું પીટીઆર રેકોર્ડમાંથી દાખલો આપ્યો હતો. જેથી તંત્ર દ્વારા ઉક્ત મિલકતની નોંધણી બાબતે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ સ્પષ્ટ નજરે પડે છે. માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલ અરજીમાં ઉક્ત વકફ મિલકતની નોંધણી ન કરાઈ હોવાનો ખોટો જવાબ કેમ અપાયો ? આવો જવાબ કે માહિતી આપનાર અધિકારી સામે પગલાં ભરાશે ખરાં ? ઉક્ત વકફ મિલકતની ટૂંકમાં હકીકત અનુસાર ધંધુકામાં મીઠા અવાડાના ચોકમાં આવેલ ગુજરાત વકફની (બોર્ડમાં) સર્વે નં. પ૪૪થી તા.ર૩-૬-૧૯પ૩માં ગેબનશાહ પીરની દરગાહ ટ્રસ્ટના નામે નોંધાયેલ છે. ઉક્ત દરગાહના મુજાવર તરીકે ધંધુકાના મર્હુમ ફકીર રોશનઅલી નજરઅલી હતા. તેમનું અવસાન થતાં સદર દરગાહ અને જમીનોની દેખભાળ અને વહીવટકર્તા તરીકે મર્હુમના પુત્ર દિદારઅલી રોશનઅલી ફકીર કરતા હતા. સદર ધાર્મિક જગ્યા દિદારઅલીની માલિકી હકકમાં આવતી નથી. હયાત સિટી સર્વે ધંધુકા તથા રેવન્યુ રેકોર્ડને તપાસતાં સદર જમીનોના તેઓ ફક્ત વહીવટકર્તા માલુમ પડે છે. હઝરત ગેબનશાહપીર દરગાહની માલિકીની જગ્યા કે જેનો સિટી સર્વે નં. ૧/રપર૩, રપર૪, રપરપ અને રપર૬ છે. દિદારઅલી આ જમીનોના કાયદેસરના માલિક ન હોવા છતાં સદર જમીનોનું ગેરકાયદેસર રીતે વેચાણ ધંધુકાના વતની અને ભાજપના મુસ્લિમ અગ્રણી યુનુસ ઉસ્માનભાઈને તા.૧૬-૩-ર૦૦૭ના રોજ રૂા.૧૬૬પ૦૦માં કરેલ છે જેનો વેચાણ અઘાટ રજી. દસ્તાવેજ નં. ૪૯૦/૦૭ છે.
આ ગેબનશાહ પીર દરગાહ મિલકતના વેચાણની જાણ જુહાપુરા અમદાવાદ ખાતે રહેતા શેરૂમિયા શેખને થતાં તેમણે અમદાવાદ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. જો કે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ઉક્ત વકફ મિલકતનું ગેરકાયદેસર વેચાણ કર્યા બાદ ઉક્ત જમીનના ક્ષેત્રફળ ૧૩૮૬૧ ચો.મી. પૈકી સી.સ. નં.રપરપ ક્ષેત્રફળ રર૬૧, સી.સ.નં. રપર૬ ક્ષેત્રફળ ૬૩૮૭ ચો.મી.મળી કુલ મિલકત બિનખેતીની થયાનો કોઈ જ હુકમ થયો ન હોવા છતાં ક્ષેત્રફળ ૮૬૪૮ ચો.મી. જમીનના રેવન્યુ રેકોર્ડમાં બીનખેતી થયાનો ધોળકાના નાયબ કલેકટર પ્રાંતના હુકમ નંબર- જમીન બીનખેતી/કલમ ૬૬/એસ.આર.-૦૭-૦૮ તા.૧૦-૭-૦૮ના હુકમની નોંધ નંબર ર૦૦૦ની પાડીને તા.૧૮-૭-૦૯ના રોજ પ્રમાણિત કરી દઈને કુલ પ્લોટ નંગ ૯૦ પાડી દઈને ખોટી માપણી કરીને ફેરફાર નોંધ નં. ૩ર૮૮ તા.૩૧-૮-ર૦૧૦ના રોજ પ્રમાણિત કરી દેવામાં આવી છે. જે બિનખેતીની હુકમની ખોટી નોંધ પ્રમાણિત કરી આપ્યાની લેખિત ફરિયાદો ધંધુકા-મામલતદાર, ધંધુકા પ્રાંત નાયબ કલેકટર અમદાવાદ જિલ્લા કલેકટર તથા મહેસુલ સચિવ ગુજરાત રાજ્ય તથા કાયદા સચિવ ગુજરાત રાજ્યને લેખિતમાં ફરિયાદો કરવા છતાં પરિણામો શૂન્ય આવેલ છે.
હાલમાં સિટી સર્વે સુપ્રિ.ડી.કે. પંડ્યાએ ધંધુકા પ્રાંતના પૂર્વ ના. કલેકટર આર.વી. વાળાનું ધ્યાન દોરી સદર ગેબનશાહ દરગાહ કબ્રસ્તાન ખેતીની જમીન સર્વે નં.પ૪૪ ક્ષેત્રફળ ૧૩૮૬૧ ચો.મી. પૈકી સી.સ.નં.રપરપ અને રપર૬ વાળી ધાર્મિક મિલકતના રેવન્યુ રેકોર્ડમાં ધોળકાના ના.કલેકટર ધોળકા પ્રાંતના બિનખેતીના હુકમની ખોટી નોંધ પ્રમાણિત કરી દેવાયા બાબતે સિટી સર્વે કચેરી ધંધુકાના પત્ર નં. સીટીએસ/ધંધુકા ૧ વસી-પ૪/ર૦૧પ તા.૧૩-પ-ર૦૧પથી લેખિત અહેવાલ મોકલીને ધ્યાન દોરવા છતાં ના. કલેકટર આર.વી. વાળાએ સિટી સર્વે સુપ્રીટેન્ડન્ટ ધંધુકાના સદર અહેવાલને સાઈડે કરી દઈને કોઈ કાર્યવાહી નહી કરી હોવાનો ઘટસ્ફોટ કરતો એક ચોંકાવનારો અહેવાલ પત્ર ક્રમાંક સી.ટી.એસ./ધંધુકા ૧/વસી ર૩૦/૧૭ તા.ર૭-૭-૧૭થી કરેલ છે. જે વંચાણે લેતાં ધંધુકાના તત્કાલિન ના.કલેકટર આર.વી. વાળા હાલ બોટાદ પ્રાંતની સીધી સંડોવણી ખૂલીને બહાર આવેલ છે. આમ ધંધુકા વકફ નંબર બી-૩૭૦થી તા.ર૩-૬-પ૩ના રોજ ટ્રસ્ટ વકફ ઁનમાં ૧૯પ૦ના બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાઈ જવા પામેલ. ધંધુકા ગેબનશાહ દરગાહ કબ્રસ્તાન ખેતી સહિતની સ્થાવર મિલકત જે વકફ અધિનિયમ ૧૯૯પની કલમ-પ૧નો ભંગ કરીને વકફ બોર્ડની પૂર્વ મંજૂરી વિના વેચાણ થયેલ છે. જેનો એકરાર વકફ બોર્ડ ગુજરાત રાજ્યના પૂર્વ સીઈઓ જી.એચ. ખાને કરેલ હોવા છતાં અને પૂર્વ અધ્યક્ષ એ.આઈ. સૈયદે ફ્રોડનો ગુનો બનતો હોવા બાબતે એક ન્યુઝ ચેનલમાં તા.પ-૯-૧૬ના રોજ આપેલ ઈન્ટરવ્યુમાં કરેલ એકરાર બાદ પણ આજદિન સુધી વકફની મિલકત વેચનાર અને ખરીદનાર યુનુસ વિરૂધ્ધ ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવ્યો નથી તથા ઉક્ત કેસ અમદાવાદ જિલ્લાના કલેકટરની જમીન તકરારી સમિતિ (જીૈં્‌) સમક્ષ પણ ફરિયાદ થયેલ છે જેમાં નામ જોગ તહોમતદારોને દર્શાવ્યા છે.
દરમ્યાન જમીનના સર્વે નં. રપરપ જેનું ક્ષેત્રફળ રર૬૧ ચો.મી. છે જેમાં હઝરત ગેબનશાહ પીર કબ્રસ્તાન વકફ કમિટી, ધંધુકા, જિ. અમદાવાદ વકફ અધિનિયમ ૧૯૯પની કલમ ૩૬ હેઠળ નોંધણી કરવા કાદરી મુનાફમીયા મહેમુદમીયા રહે. ચીશ્તીફળી, ધંધુકાએ તા.ર૭-૮-ર૦૧૩ના રોજ અરજી કરી હતી જેની અરજી નં. ૭૬/ર૦૧૩થી નોંધવામાં આવેલ છે જેમાં સેટલર ટ્રસ્ટીઓએ તેમની માલિકીની જમીન ધંધુકાની સીમમાં સીટી સર્વે નં.રપરપ વાળી જમીનમાં હઝરત ગેબનશાહ પીર કબ્રસ્તાન આવેલ છે જેનું ક્ષેત્રફળ રર૬૧ ચો.મી. (ર૭૦૪ ચો.વાર) છે તે જગ્યા તેમની માલિકીની જગ્યા ‘હઝરત ગેબનશાહ પીર કબ્રસ્તાન’ને વકફ કરીને નોંધણી કરવા માટે જણાવેલ. ઉક્ત મિલકતની કબ્રસ્તાન તરીકે નોંધણી કરાવવા માટે ‘ના વાંધા પ્રમાણપત્ર’ આપવા માટે અમદાવાદ કલેકટરને જણાવાતાં ધંધુકાની મામલતદાર કચેરીના મામલતદાર દ્વારા તા.૩-૩-ર૦૧૪થી સદર મિલકતની નોંધણીની ઘટતી કાર્યવાહી માટે જણાવાતાં જે અંગે ે તા.૧૦-૭-ર૦૧૪થી વાંધા સૂચનો મેળવતાં અત્રેની કચેરીમાં શેરૂમીયા શેખે તા.ર૬-૮-ર૦૧૪થી વાંધો આપી જણાવેલ કે આ કબ્રસ્તાન એ અમારા બનેવીના પૂર્વજોનું કબ્રસ્તાન છે જેની નોંધણી અન્વયે અમોને સાંભળી નિર્ણય કરવા વિનંતી છે. ત્યારબાદ તા.૩૦-૮-ર૦૧૪થી કાદરી અજીબનનિશાં આશીકહુસેન કાદરીએ સદર વકફની નોંધણી સામે વાંધાઅરજી આપી જણાવેલ કે ધંધુકાના સિટી સર્વે નં.રપર૩, રપર૪, રપરપ અને રપર૬ વાળી આવેલ. જમીનમાં સૂફીસંત હઝરત ગેબનશાહ પીરની દરગાહ અને ધંધુકાના કાદરી સૈયદો કે જેમાં અમારા વડવાઓની દફનવિધિ થયેલ. જેના નામની તકતીવાળી કબરો હયાત છે. આ જગ્યાની દેખરેખ અને સાફ-સફાઈ કરવા માટે મર્હુમ રોશનઅલી નજરઅલી ફકીરને રાખેલ તેઓના અવસાન બાદ તેમના પુત્ર દિદારઅલી રોશનઅલીએ સરકારી અધિકારીઓના મેળાપીપણામાં વારસાઈ હક્કે તેઓના નામ દાખલ કરાવેલ છે. આવી ધાર્મિક સ્થળવાળી જગ્યા વેચાઈ શકે ખરી ? આવી જગ્યા વહીવટકર્તા વેચી શકે ખરા ? વાંધાઅરજીમાં સર્વે નં. રપરપને કબ્રસ્તાન તરીકે ગણી કાદરી મુનાફમીયા મહેમુદમીયા દ્વારા રજૂ કરેલ હઝરત ગેબનશાહ પીર કબ્રસ્તાન વકફ, ધંધુકાને વકફ અધિનિયમ ૧૯૯પની કલમ ૩૬ હેઠળ રજૂ કરેલ અરજીને માન્ય રાખતો હુકમ વકફ બોર્ડ દ્વારા તા.૧૭-૧-ર૦૧પના રોજ કર્યો હતો. આમ કુલ ખરીદેલ મિલકતની આશરે ૮૪ ટકા જમીન પર પ્લોટીંગ કરી કરોડો રૂપિયાની આવક કરી ૧૬ ટકા જેટલી જમીન કબ્રસ્તાન તરીકે નોંધણી કરાવી નવ જેટલા ટ્રસ્ટીઓની નિમણૂક કરી છે. ઉક્ત હઝરત ગેબનશાહ દરગાહ ટ્રસ્ટ, ધંધુકા, બી-૩૭૦ અમદાવાદથી બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯પ૦ હેઠળ નોંધાયેલ ટ્રસ્ટ છે. જેનો અઘાટ દસ્તાવેજ બનાવેલ જેમાં વકફ બોર્ડ ગાંધીનગરની પરવાનગી વગર સર્વેનંબર-પ૪૪ ક્ષેત્રફળ ૧૩૮૬૧ ચો.મી. કબ્રસ્તાન ખેતી સહિતની જમીન વેચાણ કરવામાં આવ્યાની રજૂઆત શેરૂમીયા શેખે કરી હતી. જેથી વકફ બોર્ડ જિલ્લા કલેકટરને તા.૩૦-૯-૧૬ના રોજ પત્ર લખી ઉક્ત મિલકતના ગેરકાયદેસર વેચાણ બાબતે ફ્રોડ (સડન્લી ફ્રોડ)નો ગુનો દાખલ કરવા જણાવ્યું હતું. કલેકટરને કાર્યવાહી કરવા જણાવ્યું હોવા છતાં હજી સુધી કલેકટરે કોઈ કાર્યવાહી કરી નથી. કે વકફ બોર્ડમાં રીમાઈન્ડરો કરવા છતાં વકફ બોર્ડે કોઈ કાર્યવાહી કરી નથી. આમ આ ધંધુકાના ગેબનશાહ પીર દરગાહ ટ્રસ્ટની મિલકતનું ગેરકાયદેસર વેચાણ થયાં બાદ એક જાગૃત નાગરિક દ્વારા લાગતાવળગતા ખાતાઓમાં આધાર, પુરાવા, વાંધાઅરજી કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જો કે ફરિયાદી પણ છેક સુધી લડી લેવા મક્કમ છે. શેરૂમીયા કહે છે કે હું ન્યાય મેળવીને જ રહીશ; જોઈએ હવે તંત્ર શું પગલાં ભરે છે ?

રાજકીય વગના જોરે કરોડોની વકફની ધંધુકાની જમીન બારોબાર વેચી નાંખી

ધંધુકાના મીઠા અવાડાના ચોકમાં આવેલ હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ આવેલી છે. આશરે ર૦ વીઘા જેટલી જમીન ખેતીની અને મર્હુમ દિલાવરહુસેન કાદરી સૈયદોના કબ્રસ્તાનની જમીન આવેલી છે. આ કબ્રસ્તાનની દરગાહની જમીન ખરીદનાર યુનુસ ભાજપ સાથે સંકળાયેલ છે. જે ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ અને ગુજરાત રાજ્ય હજ કમિટીમાં ડિરેક્ટર છે જે સૂફીસંત મહેબુબઅલી ચિશ્તીના ખાસ જમણા હાથ સમાન ગણાય છે યુનુસે પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને ઉકત કબ્રસ્તાનની ૧૩૮૬૧ ચો.મી. જમીન ખરીદી છે. આ અંગે વકફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ એ.આઈ.સૈયદને જાણ કરવા છતાં તેઓ પણ કાદરી સૈયદોના કબ્રસ્તાન ખેતીની જમીનને બચાવી શક્યા નથી મહેબુબ અલી ચિશ્તી પણ સૈયદ છે શું તેઓ વકફની આ મિલકતને પાછી અપાવી શકશે ખરા ?