ધંધુકા તાલુકા મુસ્લિમ કેળવણી મંડળ સંચાલિત મોડર્ન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તાજેતરમાં અમદાવાદ ખાતે જિલ્લા કક્ષાની એથ્લેટીક્સની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં શાળાના ૪ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાની એથ્લેટીક્સની સ્પર્ધામાં પસંદગી પામેલ છે. જેમાં બલોચ મુસ્કાન એસ-૩૦૦૦મી દોડ, મીઠાપરા હિતેશ-૧૫૦૦મી દોડ, વિરગામા જયપાલ-૩૦૦૦મી ઝલકચાલ, સોલંકી શૈૈલેશ-ઉંચીકુુદમાં આ વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.
આ પ્રસંગે ધંધુકા તાલુકા મુસ્લિમ કેળવણી મંડળના પ્રમુખ રફીકભાઈ કોઠારિયા, તથા મંત્રી કરીમભાઈ મહીડાએ વિજેતાઓને બિરદાવ્યા હતા. તથા શાળાના આચાર્ય એસ.આઈ.લોદીએ અને શાળાના પી.ટી.શિક્ષક એચ.એસ.મોગલે રાજ્ય કક્ષાએ વિજયી બનવા પ્રોત્સાહિત કર્યા હતા.
Recent Comments