પાલનપુર, તા.૭
બનાસકાંઠામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયા બાદ સૌથી વધુ અસરગ્રસ્ત ધાનેરાની સ્થિતિ બેહાલ થઈ જવા પામી હતી. ધાનેરામાં ઘરો-સોસાયટીઓ અને દુકાનોમાં ૧૦થી ૧પ ફૂટ પાણી ભરાઈ જતા લોકાના ઘરોમાં પાણી ફરી વળતા સામાન, રાચ-રચીલુ તથા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. દરમ્યાન ધાનેરામાં ભારે ગંદકી, કિચડ ઉલેચવા હજારો મુસ્લિમ યુવાનો દસ દિવસથી કામ કરી રહ્યા છે. મુસ્લિમ યુવાનો દ્વારા ધાનેરામાં કિચડ-ગંદકીથી ગરબાવ મંદિરો-મકાનો અને લોકોની દુકાનોની સફાઈ કરવામાં આવી હતી. ઘરોમાં ધૂસી ગયેલા પાણીની લોકોના વાહનો પાણીમાં ગરકાવ થઈ જતાં અસંખ્ય વાહનો બગડી જવા પામ્યા છે. ત્યારે ગતરોજ અને આજે પાલનપુરથી વીસ જેટલા ફોરમેન યુવાનો ધાનેરા પહોંચ્યા હતા અને ધાનેરામાં બંધ પડી ગયેલ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ રીપેર કરી વાહનો ચાલુ કરી આપ્યા હતા. પાલનપુરના પપ્પુભાઈ ફોરમેને જણાવ્યું હતું કે બંધ પડી ગયેલ વાહનો ચાલુ કરી આપતા હિન્દુભાઈઓએ દુઆ આપી તેમની માનવતાને બીરદાવી હતી.