(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૨૩
ગતવર્ષ ર૦૧૭ના ૨૪ જુલાઈનો ગુજારો દિવસ ધાનેરા વાસી ઓ ભૂલી શકે તેમ નથી, આવેલાં પુરે ધાનેરા માં વિનાશ નોતર્યો હતો,સરકાર અને સેવાભાવી સંસ્થા ઓ ના પ્રયાસો થી ધાનેરા આ આફત માંથી બહાર તો નીકળ્યું પરંતુ આજે એક વરસ બાદ પણ પુર વખતે અપાયેલા સરકારી વચનો હજુ અધૂરા જ જોવા મળી રહ્યા છે ૨૪ જુલાઈ ૨૦૧૭ ના બનાસકાંઠા સહિત ધાનેરા માં ભારે વરસાદ થયો,રાજસ્થાન ની રેલ નદી નું પાણી ધાનેરા માં આવ્યું,એટલું જ નહીં દાંતીવાડા અને સિપુ ડેમ ભરાઈ જતા ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું જેના લીધે ધાનેરા શહેર આ એ આસપાસ ના ગામો માં ગળાડૂબ પાણી ભરાઈ ગયા,શહેર માં પુર આવતા ખુદ જિલ્લા કલેકટરે લોકો ને ઊંચાણવાળા વિસ્તારો એ ખસી જવા વિનંતી કરી,ધાનેરા માં લોકો એ સ્થળાંતર કરવું પડ્યું,પશુઓ તણાઈ ને મોત ને ભેટ્યા,રસ્તા ઓ તૂટી જતાં અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા,વીજપુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયોસમગ્ર ધાનેરા જાણે દેશ થી વિખૂટું પડી ગયું હોય તેવી સ્થિતિ ઉભી થસી,પરિસ્થિતિ એટલી વિકટ હતી કે હેલિકોપ્ટર થી લોકો ના જીવ બચાવવા પડ્યા,એન્ડીઆરએફ અને સેના ના જવાનો ની મદદ લેવી પડી,ખુદ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી એ હવાઈ નિરીક્ષણ કરી ગુજરાત ના પુર પીડિતો માટે ૫૦૦ કરોડ ની સહાય જાહેર કરી,તો રાજ્ય સરકારે ૧૫૦૦ કરોડ ની સહાય પુર પીડિતો માટે જાહેર કરી,ધાનેરા માર્કેટયાર્ડ સહુ થી વધુ પ્રભાવિત થયું,યાર્ડ ની દુકાનો માં રહેલ કરોડો નો અનાઝ પલળી ને બરબાદ થઈ ગયો,ધીરે ધીરે પુર ના પાણી ઓસરવા માંડ્યાપરંતુ ધાનેરા ની મુસીબતો ઘટવાને બદલે વધવા માંડી,પુર માં લોકો ની ઘરવખરી,મકાનો,પશુ ઓ બધું જ તણાઈ ચૂક્યું હતું,લોકો નિરાધાર બની ગયા તેવી સ્થિતિ માં મુખ્યમંત્રી પાંચ દિવસ માટે બનાસકાંઠા જિલ્લા માં રોકાણ કરી બનાસકાંઠા અને પાટણ ના પુરપીડિતો ને પડખે ઉભા રહ્યા,પુર પીડિતો ને તત્કાલ કેશડોલ્સ ની ચુકવણી શરૂ કરાઇ ,પરંતુ લોકો એ મુખ્યમંત્રી ને રૂબરૂ રજુઆત કરી કે જે સાચા લાભાર્થી છે તેમને કેશડોલ્સ નથી આપતી અને રાજકીય વગદારો ને જ કેશડોલ અપાય છે, પુર બાદ સહુ થી મોટી સમસ્યા ગંદકી ની ઉભી થઇ,સમગ્ર ધાનેરા ગંદકીથી ખડબદતું હોઈ રોગચાળો ફાટવાની દહેશત ઉભી થઇ,આવા સમયે લોકો ના અંદર રહેલી માણસાઈ જાગી ઉઠી,અને સામાજિક સંસ્થા ઓ અને સેવાભાવી લોકો ગુજરાત ના ખૂણે ખૂણે થી જરૂરિયાતમંદો માટે રાહત સામગ્રી પહોંચાડવા લાગ્યા,લોકો ધર્મ,નાત-જાત ભૂલી એકબીજા ની મદદ કરતા જોવા મળ્યા,પુર ની આફત સામે માણસાઈ જીતી ગઈ,ધાનેરા ને ગંદકી થી મુક્ત કરવા જમીયત ઉલેમાં એ હિંદે ખાસ બીડું ઝડપ્યું,તેઓ એ મંદિરો, મસ્જિદો,ધરો,રસ્તા ઓ ની સફાઈ હાથ ધરી,ધર્મ-જાતિ પૂછ્યા વગર જે લોકો ના ઘર તૂટી ગયા હતા તેમને રીપેર કરાવી આપ્યા, અને જે નાના વેપારીઓ ના લારી ગલ્લા તણાઈ ગયા હતા તેમને નવા લારી ગલ્લા આપી તેમનો રોજગાર ફરી શરૂ કરાવ્યો,જમીયત ઉલેમાં એ હિન્દ ની આ કામગીરી ને એ વખતે બનાસકાંઠા આવેલ રાજ્ય ના મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ પણ બિરદાવી,તેમજ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એ પણ પોતાના મન કી બાત પ્રોગ્રામ માં મુસ્લિમ સમાજ ની આ સેવાકીય પ્રવુતિ ની સરાહના કરી,લોકો ની અને સરકાર ની તત્કાલ કામગીરી બાદ આજે એક વરસ બાદ સરકારે પુરપીડિતો ને આપેલ વચનો ની વાત કરીએ તો ધાનેરા માર્કેટયાર્ડ ના વેપારી ઓ ને સરકારે વગર વ્યાજે લૉન આપવાનું વચન આપ્યું હતું,પરંતુ વેપારી ઓ આજે પણ વ્યાજ ભરવા મજબૂર છે,પુર બાદ મક. અને ખેતી ની જમીન ની સહાય મ પણ સાચા લાભાર્થી ઓ ને ખાસ લાભ મળ્યો નથી,જેની વ્યાપક ફરિયાદો સરકાર ને મળી હોવા છતાં દોષીતો સામે હજુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી,પુર બાદ કો ગ્રેશ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક રાજકીય આગેવાનો એ ધાનેરા ની મુલાકાત લીધી,પરંતુ સરકારે આપેલ કુલ ૨૦૦૦ કરોડ ની સહાય અને અન્ય રાજકીય આગેવાનો એ આપેલા વચનો ક્યાં ગયા?? આ સવાલ આજે સમગ્ર ધાનેરા વાસીઓ પૂછી રહ્યા છે.