ધાનેરા, તા.૯
બનાસકાંઠાના ધાનેરામાં આવેલ વિનાશક પૂરમાં થયેલ નુકસાનમાં લોકોને રાહત આપવા અને રોજગારી માટે આજે બનાસકાંઠા જિલ્લા જમિયતે ઉલમાના પ્રમુખ મૌલાના અ.કુદ્દુશ, જનરલ સેક્રેટરી અતીકુર્રહમાન સાથે દિલ્હીથી ખાસ ઉપસ્થિત ઓલ ઈન્ડિયા જમિયતે ઉલમાના સેક્રેટરી હકીમુદ્દીન કાશ્મીની હાજરીમાં નાના વેપારીઓ જે હાથલારીમાં શાકભાજી, ફ્રૂટ વગેરોનો ધંધો કરતા હતા તેઓને ૭૪ લારીઓ આપવાનું નક્કી કરેલ જે પૈકી આજે ૧૭ હાથલારીઓનાં વિતરણ માટે સામાન સહિત વિતરણ કરવામાં આવેલ બાકી રહેતા લાભાર્થીઓને પણ મૌલાના અબ્દુલ કુદ્દુશ સાહેબે જણાવેલ કે જમિયત દ્વારા પ૬૦ મકાનોનો પૂરગ્રસ્ત ધાનેરા વિસ્તારમાં સર્વે કરવામાં આવેલ છે તે પૈકી ૩૧૩ મકાનોને ભારે નુકસાન થયેલ છે. આ ડેમેજ મકાન રિપેર કરી આપવામાં આવશે. તથા ર૦ જેવા મકાનો સંપૂર્ણ નાશ થયેલા જોઈને જમિયત દ્વારા બનાવી આપવાના છે. જે પૈકી આજે એક મકાન રૂકસાનાબેન જાકીરભાઈ શેખના મકાનના પાયાનું ઉદ્‌ઘાટન દિલ્હીથી આજે આવેલા મૌલાના હકીમુદ્દીન કાજમી અને ગણપતિ મંદિર ના પુજારી કાન્તિલાલ મહારાજના હસ્તે કરવામાં આવેલ તથા આજથી ધાનેરા તાલુકાના પૂરપ્રભાવિત ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલ મોબાઈલવાનની શરૂઆત કરવામાં આવેલ છે. જે અત્યારસુધી ધાનેરામાં ત્રણ સ્થળોએ મેડિકલ કેમ્પ ચાલે છે તે પણ કાર્યરત રહેશે. તથા ૧૩ ઓગસ્ટના રોજ ધાનેરા નગરપાલિકાથી જાહેરમાર્ગોએ થઈ લાલચોક વિસ્તાર સુધી કોમી એકતા રેલીનંુ આયોજન કરવામાં આવેલ છે.