ઉના, તા.૨
ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં દલીત કાંડના પીડીત પરીવારના એક સભ્ય ઉપર થયેલા હુમલામાં તાજેતરમાં જામીન પર છુટી ફરતા કથિત ગૈારક્ષક આરોપી દ્વારા થયેલા હુમલાને લઇને થયેલી ફરીયાદ બાદ પીડીત પરીવારોએ ધર્મ પરીવર્તન કર્યા બાદ મોટા સમઢીયાળા ગામે કોંગ્રેસના દસાડાના મતવિસ્તારના ધારાસભ્ય નૈાસાદ સોલંકી તેમજ કોડીનારના ધારાસભ્ય મોહનભાઇ વાળા, પૂર્વ ધારાસભ્ય હમીરભાઇ ધુડા, એસસી વિભાગના ચેરમેન દેવદાનભાઇ મુછળીયા, નિલેષભાઇ કાથડ, આરડીએસના યુવા કાર્યકર નિખીલભાઇ ચૌહાણ, કુકસવાળા જીલ્લા પંચાયત ઉપપ્રમુખ પી.ડી મકવાણા, કેશોદના શહેર યુવા પ્રમુખ રાહુલભાઇ રાઠોડ, દલીત આગેવાનો ભાણાભાઇ ધોળીયા સહીતનું પ્રતિનિધી મંડળ મોટા સમઢીયા ગામે પહોચેલ હતું અને પીડીત પરીવારના મોભી બાલુભાઇ સરવૈયા અને તેના પરીવારની મુલાકાત લઇ તાજેતરમાં બનેલી ઘટના અંગેની વ્યથા સાંભળી હતી અને પીડીત પરીવાર તરફથી ધારાસભ્ય નૌસાદ સોલંકીને તેના પર અગાઉ થયેલા અત્યાચાર બાદ વર્તમાન સરકાર દ્વારા ન્યાય મળેલ ન હોય અને તમામ આરોપી જામીન ઉપર છુટેલ હોય પોતાના પરીવારને રક્ષણ હેઠળ જવુ આવવુ પડતુ હોય અને ધાકધમકી અને હુમલા થતા હોય તે અંગે રજુઆત થયેલ આ બાબતે નૌસાદ સોલંકીએ આ બાબતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં તેમજ લાગતા વળગતા તંત્રને આ પીડીત પરીવારની વ્યથા અને લાગણીને પહોચાડવા રજુઆત કરી કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. તેમજ તેમણે ઉના નાયબ કલેક્ટર અને પી.આઇ.ને પણ દલીત અત્યાચારના પીડીત પરીવારને રક્ષણ આપી કડક કાર્યવાહી કરવા રજુઆત કરાઈ હતી. ધારાસભ્ય નૌસાદ સોલંકી અને પ્રતિનીધી મંડળ અચાનક મોટા સમઢીયાળા ગામે દોડી આવતા તંત્ર પણ અચરજમાં મુકાયેલ હતું અને ઉના પીઆઇ ખુંમાણ સહીતનો કાફલો સમઢીયાળા ગામે દોડી ગયેલ હતો.