(એજન્સી) લિમા,પેરુ,તા.૯
પુરાતત્વવિદોના એક જૂથને ઉત્તરી કીનારે જે હાલમાં પેરુ છે ત્યાં પૂર્વ કોલંબિયન ચીમૂ સંસ્કૃતિમાં બલિદાન આપવામાં આવેલા ૫૦થી વધુ બાળકોના અવશેષો મળ્યા છે. આ પહેલા આશરે ૧૪૦ બાળકો બલિદાન આપ્યા હોવાના અવશેષો મળી આવ્યા હતા. આર્કિયોલોજીસ્ટ ગેબરીયલ પ્રિએટોએ જણાવ્યું કે, ચિમુ સંસ્કૃતિમાં બલિદાન આપવામાં આવેલ ૫૬ બાળકોના અવશેષો મળી આવ્યા છે. આ એક નવી જગ્યા છે જ્યાં આટલા બધા અવશેષો મળી આવ્યા છે. આ પહેલા આની નજીક માં જ ૧૪૦ બાળકોના અવશેષો મળી આવ્યા હતા. જ્યાં બલિદાન આપવામાં આવ્યું તે જગ્યા પેરૂના ત્રીજા સૌથી મોટા શહેરના તૃજીલિયો જિલ્લાના હ્યુનાચાકોમાં પામાપા લા ક્રુઝ વિસ્તારની છે. પ્રિએટોનું કેહવું છે કે, બધા બાળકોની ઉંમર છ થી ચૌદ વર્ષની છે અને બધાને કોટનના કપડામાં લપેટીને દરિયા કિનારા તરફ મોઢું રાખીને દફન કરવામાં આવ્યા હતા, આ જગ્યા દરિયા કિનારાથી અડધો કિલોમીટર દૂર છે.
મળી આવેલ બાળકોની ખાસ વાત એ છે કે, બધાને બલિદાન માટે બાળકોની ગરદનથી રીઢના હાડકા સુધીના ભાગને કાપવામાં આવ્યો છે. હ્યુનચાકો જગ્યા પર ચિમુ સંસ્કૃતિ વખતે ઘણા બાળકોનો ભોગ લેવાયો છે. નેશનલ જિયોગ્રાફીકના રિપોર્ટ પ્રમાણે માત્ર હ્યુનચાકોમાં આશરે ૧૪૦ બાળકો અને ૨૦૦ લામાઝના અવશેષો મળી આવ્યા છે જે આશરે ૫૫૦ વર્ષ જુના અવશેષો છે. એક રિપોર્ટ મુજબ ૨૦૧૧માં કરાયેલ એક ખોડાણમાં આશરે ૪૨ બાળકો અને ૭૬ લામઝના અવશેષો મળી આવ્યા હતા. જે આશરે ૩૫૦૦ વર્ષ જુના મંદિરમાં હતા.