(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
શહેરના પાંડેસરા વડોદગામ ખાતે આવેલ ગણેશનગર ખાતે રહેતી પરિણીતાના લગ્નેત્તર સંબંધની જાણ થતા પતિએ જ લાકડાનો ફટકો મારી હત્યા કરી આરોપ પ્રેમી ઉપર લગાવ્યો હતો. પોલીસની પૂછપરછમાં ભાંગી પડેલ પતિની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા વડોદ ગામ ગણેશ નગર ખાતે સંજય મેદુ શાહુ પત્ની અને બે બાળકો સાથે સંજય મૂળ બિહારના સિવાન જિલ્લાનો વતની છે અને પાંડેસરા ખાતે ડાઈંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન કરે છે. સંજયે ગત રોજ પોલીસને જણાવ્યું હતું કે, તેની પત્ની નંદીનીનું અજય ગુપ્તા સાથે પ્રેમ પ્રકરણ ચાલતુ હતું. ગતરોજ તે નાઈટ શીફટમાં નોકરીએ ગયો હતો અને રાત્રે તેની ગેરહાજરીમાં અજય ગુપ્તા તેના ઘરે આવી નંદીની હત્યા કરી નાસી છૂટયો હતો. સંજયની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી અજય ગુપ્તાની અટક કરી પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, નંદીની સાથે તેનું પ્રેમપ્રકરણ હતુ એક મહિના અગાઉ સંજયને આ વાતની જાણ થતા ઝઘડો થયો હતો અને ત્યારબાદ તેણે નંદીની સાથે મળવાનું બંધ કરી દીધું હતું. જૂની અદાવતનો બદલો લેવા માટે સંજય નંદીની હત્યાનો ખોટો આરોપ લગાવી રહ્યા છે. પોલીસે ફરિયાદી સંજય શાહુની ફરી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેને પત્નીના આડા સંબંધથી કંટાળી હત્યા કહી પ્રેમી સામે ખોટી ફરિયાદ નોંધાવી હતી. પાંડેસરા પોલીસ નંદીનીની મોતના સમય અજયનું લોકેશન ટ્રેસ કરી રહી છે હાલ પ્રેમી અજય ગુપ્તા અને પતિ સંજય શાહુ બન્ને પોલીસની અટકાયતમાં છે. સાંયોગિક અને વૈજ્ઞાનિક પુરાવા મેળવી બપોર બાદ પાંડેસરા પોલીસ સંજય શાહુની પત્નીની હત્યાના ગુનામાં ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.