(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧૩
અમરેલીના જિલ્લા પોલીસ વડાને સમર્થન કરનારે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા એક શખ્સે એસપી તારો સગો થાય છે, તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સને સીટી પોલીસે ઝડપી પાડ્યો હતો. અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે અમરેલી એસપી તરીકે ચાર્જ સાંભળ્યા બાદ જિલ્લા ભરની જનતામાં ખુશી વ્યાપી હતી અને દારૂ, જુગાર, રેતી ખનન જેવી પ્રવૃત્તિઓ કરતા શખ્સો સામે કાયદાકીય રીતે પગલાં ભરતા આવા શખ્સોમાં સન્નાટો મચી જવા પામ્યો હતો, અને જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયની કામગીરીથી પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ મજબૂત થતા અને એસપી નિર્લિપ્ત રાયની કામગીરીથી પ્રશંસકોએ સોશિયલ મીડિયમાં પણ પોસ્ટ મુકવાનો ક્રેઝ વધેલ છે ત્યારે થોડા દિવસો અગાવ સોસીયલ મીડિયા ફેસબુકમાં વિપુલભાઈ બાબુભાઇ ભટ્ટી નામના યુવાને એસપી નિર્લિપ્ત રાય વિશેની પોસ્ટ મુક્તા રામ ચંદુભાઈ ગોસાઈ નામના શખ્સે વિપુલભાઈને કહેલ કે, એસપી તારો સગો થાઈ છે તેમ કહી ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ તે અંગે વિપુલભાઈએ સીટી પોલીસમાં રામ ચંદુભાઈ ગોસાઈ સામે ફરિયાદ નોંધાવેલ જે ફરિયાદ અંગે સીટી પીએસઆઇ જે એ ઝાલા એ તપાસ હાથ ધરાતા આરોપી રામ ચંદુ ગોસાઈ રહે ચક્કરગઢ રોડ વાળાની ધરપકડ કરી હતી.