જૂનાગઢ, તા. ૧ર
૧૪-૧૪ માસથી ધારી તાલુકાના બોરડી ગામના પ નિર્દોષ મુસ્લિમ યુવાનો પર બોલેરો ફેરવીને જાનથી મારી નાખવાની કોશિશ કરવાના ૩૦૭ વગેરેના ગુનામાં સંડોવાયેલા ધારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પોલીસ ધરપકડ ન કરીને છાવરી રહી હતી. તે પ્રશ્ને પીડિતોના પરિવારજનોને ન્યાય અપાવવા વી.ટી.સીડાએ ધારી પોલીસ સ્ટેશન સામે અન્ન, જળ ત્યાગીને ઉપવાસ શરૂ કરેલ. તે ઉપવાસના ર૪ કલાકના અંતે ધારી પોલીસના પગતળે રેલો આવતા ૧૦ દિવસમાં આરોપીઓને પકડવાની ખાત્રી મળતા વી.ટી.સીડાએ ઉપવાસ સમેટવામાં સહમતી દર્શાવેલ ત્યારે મહિલા આહિર પી.એસ.આઈ. વી.ટી.સીડાને લીંબુ શરબત પીવડાવીને પારણા કરાવેલ.
અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશનના ગુના રજિ.નં. આઈ રર/૧૭, તા. ૮/૩/ર૦૧૭ના ગુનાના કામના આરોપીઓએ કરેલ કરતૂતોને છુપાવવા અને પુરાવાનો નાશ કરવા બોરડી ગામના પાંચ નિર્દોષ મુસ્લિમ યુવાનોને પોતાની સરકારી બોલેરો નીચે કચડી નાખીને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ. તે બનાવમાં આજે ૧૪-૧૪ માસે નિર્દોષો જેલમાં અને તહોમતદારો મહેલમાં તે ઘટનામાં જવાબદાર ફોરેસ્ટ અધિકારીઓની ધરપકડ કરાવવા તા. ૪/૬/૧૮ના રોજ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ અગ્રણી વી.ટી.સીડાએ પીડિતોના પરિવાર સાથે રાખી ધારી પોલીસ સ્ટેશન સામે મહાત્માગાંધી ચિંધ્યામાર્ગે અન્ન અને જળનો ત્યાગ કરેલ. તે ઉપવાસના ર૪ કલાક બાદ ડોક્ટરે ગંભીર પ્રકારનો રિપોર્ટ આપતા વી.ટી.સીડાએ સારવાર લેવાનો ઈન્કાર કરીને ડોક્ટરને લેખિત બાંહેધરી આપી કે, “મને કાંઈ થાય તો મારી જવાબદારી નહીં” તે રિપોર્ટના આધારે ધારી પોલીસના પગતળે રેલો આવતા ધારી પોલીસે આરોપી ફોરેસ્ટ અધિકારીઓને ૧૦ દિવસમાં પકડીને જેલ ભેગા કરીશું તેવી પોલીસ દ્વારા ખાત્રી મળતા વી.ટી.સીડાએ તેમના સિનિયર આગેવાનોની સમજાવટથી ઉપવાસ આંદોલન સમેટવાની સહમતી દર્શાવેલ. ત્યારે સમગ્ર મામલાનો તા. પ/૬/ર૦૧૮ના રોજ સાંજના ૪ઃ૦૦ વાગ્યે નિરાકરણ આવતા મુસ્લિમ ધર્મના લોકોનું પવિત્ર રમઝાન માસ ચાલુ હોય જેના કારણે આંદોલનકારી વી.ટી.સીડાએ પારણા કરવાનો સમય પોલીસને સાંજના ૭ઃ૩રનો આપેલ ત્યારે ૭ઃ૩ર કલાકે ધારી પોલીસ સ્ટેશનના મહિલા આહિર પી.એસ.આઈ.એ વી.ટી.સીડાને લીંબુ શરબત પીવડાવીને પારણા કરાવેલ ત્યારે ફરી વી.ટી.સીડા.એ જણાવેલ કે, “જો ૧૦ દિવસમાં ધરપકડ નહીં થાય તો હું એ જ છું ૧૧મા દિવસે ફરી ઉપવાસ આંદોલન ચાલુ કરીશ” તેમ કહી આંદોલન સમેટેલ ત્યારે પીડિતોના પરિવારજનોએ વી.ટી.સીડાની કામગીરીથી ખુશ થઈ પીડિતોના પરિવારજનોએ આંખમાં ખુશીના આંસુ સાથે તેમનો આભાર માનીને ખૂબ-ખૂબ દુઆ અને આશીર્વાદ આપેલ. તેવું જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી-પ્રતાપભાઈ એમ. ભરાડની યાદીમાં જણાવેલ છે.