રાજપીપળા તા.ર૪
ડભોઈ મુસ્લિમ પરિણીતા પર સામૂહિક ગેંગરેપ આચરવાના બનાવમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટીના પ્રતિનિધિ મંડળે પીડિતાની રૂબરૂ મુલાકાત લઈ તેને સાંત્વના અને આશ્વાસન પાઠવી ન્યાયની લડત માટે છેક સુધી સહકારની ખાત્રી આપી હતી.
બનાવની વિગત અનુસાર ડભોઈની મુસ્લિમ પરિણીતાને ચાર નરાધમોએ ધાકધમકી આપી અપહરણ કરી પાશ્વી રીતે બળાત્કાર ગુજારી ભીલાપુરના રસ્તા પર રઝળતી મૂકી દીધી હતી. બનાવથી નરાધમો સામે લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી. પોતાના પર થયેલ દુષ્કર્મ મામલે પીડિતાએ ચેતન પટેલ અને અન્ય ત્રણ નરાધમો સામે ભીલાપુર આસ્ટ પોસ્ટ ઉપર ફરિયાદ કરવા ગઈ તો ઉપસ્થિત જમાદાર કંચને ફરિયાદ લેવાના બદલે આરોપીઓનો પક્ષ લઈ પીડિતાને બેફામ ગાળો બોલી ડંડા વડે ઢોરમાર માર્યો હતો અને અભદ્ર ભાષામાં વાત કરી હતી જેથી રક્ષકનો આવો જવાબ સાંભળી પીડિતા હેબતાળ ગઈ હતી. આ બનાવનો પડઘો પડતા પોલીસે ચાર પૈકી એક આરોપીની ધરપકડ કરી હતી જ્યારે ત્રણ આરોપીને પોલીસે હજી સુધી પકડ્યા નથી જેથી ગતરોજ ભોગ બનનાર પીડિતાના પતિ અને સમાજના અગ્રણીઓ દ્વારા પ્રાંત અધિકારીઓ ડીવાયએસપી કચેરી ખાતે રજૂઆત કરી અન્ય ત્રણ આરોપીઓને પકડી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી જ્યારે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માયનોરિટી વિભાગના ચેરમેન ગુલાબખાન રાઉમા સહિતના પ્રતિનિધિમંડળ અમે ડભોઈના સ્થાનિક આગેવાનોએ પીઆઈ વાઘેલાની રૂબરૂ મુલાકાત નાસતા-ફરતા આરોપીઓની ધરપકડની માંગ કરી હતી. જ્યારે પીડિતા સાથે અભદ્ર ભાષામાં વાત કરનાર કંચન જમાદારને તાત્કાલિક સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ ચલાવવાની માંગ કરી હતી. જ્યારે પીડિતાની રૂબરૂ મુલાકાત લઈ ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત લડવા સહકારની ખાતરી આપી હતી.