(સંવાદદાતા દ્વારા) અમરેલી,તા.૧
નિર્દોષો ઉપર દમન કરનારા ફોરેસ્ટ અધિકારીઓની ધરપકડ કરાવવા તા.૪-૬-ર૦૧૮થી અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશન સામે અચોક્કસ મુદ્દતના અન્ન જળના ત્યાગ કરી જૂનાગઢ જિલ્લાના અગ્રણી બી.ટી. ચીડા ઉપવાસ આંદોલન શરૂ કરશે તા.૮-૩-ર૦૧૭ના ધારી પોલીસ સ્ટેશનના ગુના રજિ. નં.૧ રર/ર૦૧૭ના ગુનાના આરોપીઓએ ઉપરોકત નિર્દોષો ઉપર દમનકાર ફોરેસ્ટ અધિકારીઓએ પોતાની કરતુતો છુપાવવા પોતાની સરકારી બોલેરો ગાડી નિર્દોષોની બાઈકો ઉપર પાછળથી ચડાવીને જાનથી મારી નાખવાની કોશિશ કરીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડેલ જે ઘટનાને આજે ૧૪ માસ જેટલો સમય થવા આવેલ હોવા છતાંય ધારી પોલીસની મહેબાનીથી પાંચ પાંચ નિર્દોષ પીડિતો જેલમાં અને દમનકારો મહેલમાં તેની ધરપકડ કરાવવા અને પીડિતો અને તેમના પરિવારોને ન્યાય અપાવવાના હેતુથી માનવતાના ધોરણે ધારી પોલીસ સ્ટેશન સામે જૂનાગઢ જિલ્લાના સેવાભાવી અગ્રણી વી.ટી. પીડાના તા.૪-૬-૧૮થી પીડિતોના પરિવારોને સાથે રાખી અચોકકસ મુદ્દતના અન્ન અને જળનો ત્યાગ કરી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. જે ઉપવાસ દમનકાર ફોરેસ્ટ અધિકારીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી રાત-દિવસ ચાલુ રહેશે. તો શું ધારી પોલીસ તંત્ર તે પહેલા ન્યાય આપશે કે પછી ઉપવાસ આંદોલન કરીને ન્યાય મેળવવો પડશે ?