(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
એરસેલ મેક્સિસ મામલામાં કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ અને એમના પુત્ર કાર્તિને ૭મી ઓગસ્ટ સુધી રાહત મળી છે. પટિયાલા હાઉસ કોર્ટે ૭મી ઓગસ્ટ સુધી કાર્તિ ચિદમ્બરમની ધરપકડ નહીં કરવા આદેશ આપ્યો છે. એ સાથે પી. ચિદમ્બરમની ધરપકડ ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે. જો કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના વકીલે ૩૧મી જુલાઈએ કાર્તિની જામીન ઉપર સુનાવણી વખતે ચાર્જશીટ પણ રજૂ કરવા માગણી કરી છે.
પટિયાલા હાઉસ કોર્ટમાં ચાલી રહેલ સુનાવણી વખતે કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંધવી પણ હાજર હતા. નોંધનીય છે કે એરસેલ-મેક્સિસમાં કથિત ગેરકાયદેસર નાણાંની હેર-ફેર સંદર્ભે ઈડીએ કેટલીકવાર પી. ચિદમ્બરમથી પૂછપરછ કરી છે. ચિદમ્બરમે આ પહેલાં ઓ.પી. સૈનીની સ્પે. કોર્ટમાં આ મામલે ધરપકડથી રાહત મેળવવા અપીલ કરી હતી. એરસેલ-મેક્સિસ કેસ ર૦૦૬ના વર્ષનો છે જેમાં ગ્લોબલ કમ્યુનિકેશન હોલ્ડિંગ સર્વિસેસ લિમિટેડને એરસેલમાં રોકાણ કરવા માટે વિદેશી રોકાણની મંજૂરીને લગતો છે.