બાવળા, તા.૪
અમદાવાદ જીલ્લાના બાવળા ખાતે સમગ્ર જિલ્લાના ખેડૂતો પડતર પ્રશ્નોને લઈને એકત્ર થયા છે. બાવળામાં ખેડૂતોની મહાસભા થઈ છે. જેમાં બાવળા, ધોળકા, સાણંદ, વિરમગામ, દસ્ક્રોઇ તાલુકાના ધરતી પુત્રો અમદાવાદ જીલ્લા ખેડુત સંઘર્ષ સમિતિના વડપણા હેઠળ ખેડૂતોની મહાસભા થઈ. તેમની માંગ ડાંગરનો ભાવ ૩૫૦થી નીચે ન હોવો જોઈએ. માર્કેટિંગ યાર્ડમાંથી ૨ લાખ સુધીના નાણાં રોકડ મળવા જોઈએ આ સિવાય ફતેવાડીં કેનાલને નર્મદા કેનાલમાં સમાવવાનીં માંગ કરી છે.તો વળી સાણંદ, બાવળા અને વિરમગામના ૩૨ ગામોમાં નવી કેનાલ બનાવવા જેવી માંગ કરાઈ છે. આ ઉપરાંત ખેડૂતોને વીજળી કનેકશન ઝડપથી મળવા જોઈએ તેવી પણ માંગ ઉઠી છે. અમદાવાદના ફતેહવાડી કેનાલના પાણી મામલે ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો. ત્યારે હવે સરકાર દ્વારા વાસણા બેરેજમાંથી પાણી ફતેહવાડી કેનાલમાં છોડવા માટે . ધોળકા, બાવળા, દસ્ક્રોઇ અને સાણંદ તાલુકા સહિતની ૧૪૦૦૦ હેક્ટર જમીનની ખેતી માટે ગામના ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે, સરકાર દ્વારા માઇનોર કેનાલનું સર્વે કરી ઘટતુ કરવા ખેડૂતોએ પિયત માટે સત્વરે પાણી આપવા રજુઆત કરી હતી પાણી મુદે જગતના તાતમાં ખુબ જ આક્રોશ ફેલાઈ રહ્યો છે. જેમાં ૫૦ ટકા જેટલો પાક પાણી ન મળવાના કારણે બળીને ખાખ થઈ ગયો છે. એવી વાત કરવામાં આવી હતી કે પાણી આપીશું. પહેલાથી જ પાણી આપવાનું બંધ કરી દીધું હોવાથી કેનાલ એક દમ સુકાઈ ગઈ જેના કારણે ડાંગરમાં એક મહીનાથી બિલકુલ પાણી ભરાયું જ નથી.