(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧
રાજ્યમાં આજે સવાર સુધી રાજ્યના ૩૧ જિલ્લાના ર૦૭ તાલુકામાં હળવા ઝાપટાંથી ૮ ઈંચ સુધીનો વરસાદ પડી ગયા બાદ દિવસ દરમ્યાન વરસાદનું જોર ધીમું પડ્યું હતું. દિવસે માત્ર ૧ર તાલુકામાં છૂટા છવાયો વરસાદ પડતાં એકધારા વરસાદથી પાક નિષ્ફળ જવાની ચિંતામાં રહેલા ખેડૂતોમાં હાશકારો વ્યાપી ગયો હતો.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે ૬.૦૦ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૧ જિલ્લાઓના ૨૦૭ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાત ઝોનના મોટાભાગના તાલુકાઓમાં વધુ વરસાદ વરસ્યો છે. ૨૪ કલાક દરમિયાના ૧૨ તાલુકાઓમાં ચાર ઇંચથી આઠ ઇંચ સુધી, ૩૯ તાલુકાઓમાં બે ઇંચથી ચાર ઇંચ સુધી, ૪૭ તાલુકાઓમાં એક ઇંચથી બે ઇંચ સુધી અને ૧૧૨ તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
સતલાસણ તાલુકામાં ૧૯૭ મી.મી., ભાભરમાં ૧૯૨ મી.મી., હિંમતનગરમાં ૧૮૯ મી.મી., ભીલોડામાં ૧૮૩ મી.મી., વિજયનગરમાં ૧૭૦ મી.મી., વિજાપુરમાં ૧૪૦ મી.મી., ઇડરમાં ૧૨૬ મી.મી., રાધનપુરમાં ૧૨૫ મી.મી., કાંકરેજમાં ૧૧૪ મી.મી., દીયોદરમાં ૧૦૯ મી.મી., થાનગઢમાં ૧૦૩ મી.મી. અને પ્રાંતિજમાં ૧૦૨ મી.મી. એટલે કે ચાર ઇંચથી આઠ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.
તે ઉપરાંત ચાર ઇંચથી બે ઇંચ સુધી વરસાદ વરસ્યો હોય તેવા ૩૯ તાલુકાઓ છે જેમાં સિદ્ધપુર, દાંતા, ધાંગધ્રા, બોરસદ, હારીજ, શંખેશ્વર, પાટણ, ડીસા, ધનસુરા, બેચરાજી, વડગામ, વાંકાનેર, વિસનગર, સુઇગામ, વડાલી, આણંદ, પાલનપુર, ખેડબ્રહ્મા, સમી, સરસ્વતી, અમીરગઢ, દાંતીવાડા, ખેરાલુ, ચાણસ્મા, હળવદ, પેટલાદ, ઉંઝા, દસાડા, પાદરા, પોશીના, મોડાસા, મહેમદાવાદ, વિરપુર, વડનગર, મહુધા, તલોદ, દહેગામ, કેશોદ અને કપડવંજ તાલુકાઓનો સમાવેશ થાય છે. જ્યારે બે ઇંચ થી એક ઇંચ સુધી ૪૭ તાલુકાઓ અને એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોય તેવા ૧૧૨ તાલુકાઓનો સમાવેશ થયો છે.
દરમ્યાન આજે દિવસ દરમ્યાન ડાંગ, વલસાડ, કપરાડા, છોટા ઉદેપુર તથા ગરૂડેશ્વરમાં અડધા ઈંચ જેટલો તથા જામનગર, ધ્રોલ, લાલપુર, મોરબીના ટંકારા, ભાવનગરના મહુવા તથા રાજકોટના પડધરીમાં ઝાપટાં પડ્યાં હતા. આમ મેઘરાજાએ ખમૈયા કરતા ખેડૂતોમાં અને સતત વાદળછાયા વાતાવરણ અને વરસાદથી કંટાળી ચૂકેલી પ્રજામાં હાશકારો વ્યાપી ગયો હતો.
મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યા બાદ ખમૈયા કરતાં ધરતીપુત્રોમાં હાશકારો

Recent Comments