(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૮
ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને તેમના સાથી મિત્ર અને બાયડ-માલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્યસભા ચૂંટણી બાદ તુરંત ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસથી તેમના વિરૂદ્ધ અનેક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ત્યારે બાયડ-ધનસુરા રોડ પર વાત્રક હોસ્પિટલ નજીક આવેલા વાંટડા ગામે પીક-અપ સ્ટેન્ડ પર લગાવેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ગ્રાન્ટના બોર્ડ પર અજાણ્યા શખ્સોએ કાળો કલર અને ઓઈલ રેડી રોષ વ્યક્ત કર્યો હતો.
બાયડ-માલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપ્યા પછી તુરંત ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દેતા તેમના મત વિસ્તારમાં છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે.
ડેમાઈ જિલ્લા પંચાયત સીટના સદસ્ય કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં વિધાનસભા-૨૦૧૭માં કોંગ્રેસે ટિકિટ બાયડ-માલપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરના કહેવાથી ટિકિટ ધવલસિંહ ઝાલાને ફેલાવતા આયાતી ઉમેદવાર ધવલસિંહ ઝાલા સામે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વિરોધ નોંધાવ્યો હતો. એ પોસ્ટ શેર કરી રાજકારણમાં ન આવવાની વાતો કરનાર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તથા રાધનપુર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સમાજના નામે કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કરી ધારાસભ્ય બનવા સમગ્ર ઠાકોર સમાજ તથા ઓ.બી.સી સમાજને છેતર્યો. ત્યાર બાદ ધારાસભ્ય બની અને તાકાત હોય તો અપક્ષ ચૂંટણી લડી બતાવે સહિતની પોસ્ટ થાકી ચાબખા માર્યા હતા.