નવી દિલ્હી, તા.૧૭
ઓપનર મુરલી વિજય કાંડાની ઈજાના કારણે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી રમી શકશે નહીં અને ર૬ જુલાઈથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની સિરીઝમાં તેના સ્થાને શિખર ધવનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈના સચિવ અમિતાભ ચૌધરીએ કહ્યું કે વિજયને ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંં કાંડામાં ઈજા થઈ હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમે સલાહ આપી છે કે વિજયને રિહેબિલિટેશન જાળવી રાખવું જોઈએ. ભારતીય વન-ડે ટીમના નિયમિત સભ્ય ધવને ર૩ ટેસ્ટમાં ૩૮.પરની સરેરાશથી રન બનાવ્યા છે. તેણે અંતિમવાર ર૦૧૬માં ન્યુઝીલન્ડ વિરૂધ્ધ ભારત માટે ટેસ્ટ રમી હતી.