ડીસા,તા.ર૮
ડીસાના ભડથ ગામે છોકરા ઉપડી જવાની અફવાએ સોસીયલ મીડિયામાં પકડેલા વેગના કારણે હિન્દી ભાષા બોલતા ત્રણ લોકોને ગામના લોકોએ ધીબી નાખ્યા હતાં.
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ઘટના સામે આવી રહી છે. થોડા દિવસ અગાઉ અમીરગઢમાં બનેલી ઘટના બાદ આજે આજે ડીસા તાલુકાનાં ભડથ ગામે અજાણ્યા ઇસમો બાળકો ઉપાડવાની ગેમ સમજી ગ્રામજનોએ મેથીપાક ચખાડ્યો હતો.
આ પ્રકારની ઘટનાઓ જોતા જે લોકોને જોતા તે લોકો અન્ય ગામના હોવાનું લોકો દ્વારા જાણવા મળે છે તો આ બાબતે તંત્રએ સઘન તપાસ હાથ ધરવી જોઈએ અને સત્ય ઉજાગર કરવાની ફરજ પડે છે. જેથી અફવાઓના દોરમાં કોઈ નિર્દોષ માણસનો ભોગ ન લેવાઈ જાય અને બીજી તરફ આવી અફવાઓનો લાભ લઇ પર પ્રાંતિય લોકો અન્ય કોઈ ઘટનાને અંજામ ન આપી જાય તે બાબતે તંત્રએ ખુબજ ગંભીરતા દાખવી તાત્કાલી આ બાબતે કોઈ ઠોસ પગલા લેવા જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી ડીસા તાલુકા પોલીસ મથકના પી.આઇ એ.ટી પંચોલી તથા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા ત્રણ શખ્સોને ડીસા તાલુકા પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
બાળકો ઉપાડવાની ગેંગ સમજીને ગામલોકોએ ત્રણને ઢીબી નાખ્યાં

Recent Comments