(સંવાદદાતા દ્વારા)
ઉના, તા.૧૪
ઉના તાલુકાના કોબ ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર જીંગા ઉછેર કેન્દ્રના ગામની જમીનો અને મીઠા પાણીના કૂવાઓમાં ખારાસ અને ક્ષાર લાગવાના કારણે ફળદ્રુપ જમીનોમાં વાવવામાં આવતું કૃષી પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોની જમીનને ભારે નુકસાન પહોચતું હોય તેમજ ક્ષારવાળા પાણીના કારણે ગંભીર બીમારીનો લોકો ભોગ બનતા હોય આ બાબતે ગ્રામજનોએ અગાઉ અનેક વખત રજૂઆતો આવેદનપત્ર આપી ગે.કા.ચાલતા આ જીંગા ફામ બંધ કરાવવા તંત્રને જાણ કરવા છતા કોઇ પગલા લેવાતા ન હોય જેના કારણે ગામ લોકો ભારે રોષ સાથે યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, બાળકો સહિત આખુ ગામ હાથમાં ધોકા લાકડીઓ લઇ આ દરિયાઇ પટ્ટી વિસ્તાર પર આવેલ ખરાબાની જમીનમાં ચાલતા જીંગા ઉછેર ફામ પર દોડી ગયેલા અને જીંગા ઉછેર કેન્દ્રને બંધ કરાવવા દેકારો મચાવતા ભારે દોડા દોડી મચી ગયેલ હતી અને પરીસ્થિતી તંગ બની જતા જીંગા ફામ હાઉસના માલિકોએ પોલીસને કંટ્રોલ પર જાણ કરતા સમગ્ર ગીરસોમનાથ જિલ્લાની મોટાભાગની પોલીસ કોબ અને આજુબાજુના વિસ્તારમાં ધાડેધાડા ઉતારી સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયેલ અને આ ઘટના બનતા મામલતદાર, ફિશરીઝના ઓફીસરનો કાફલો દોડી આવેલ હતો અને ગ્રામજનોને ભારે સમજાવટ બાદ ફિશરીઝ ડિપાર્ટમેન્ટએ આ જીંગા ફામ ગે.કા. હશે તો પગલા ભરવા લેખિત ખાતરી આપતા મામલાને થાળે પાડ્યો હતો.