(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.ર૭
ધોળકા-અમદાવાદ હાઈવે પર કાસિન્દ્રા ગામ નજીક પૂરપાટ જતી ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર ધોળકાના યુવકનું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું ભોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધોળકા ખાતે ભાલાપોળ નજીકની ખારીકૂઈ વિસ્તારમાં રહેતો પંકજકુમાર રમણભાઈ દરજી પોતાનું બાઈક નંબર જી.જે.૧૮-ડી-પ૦૦ર લઈને અમદાવાદ નોકરીએ ગયો હતો. રાત્રે નોકરી પૂરી કરી ધોળકા પરત ફરી રહ્યો હતો ત્યારે વિસલપુર અને કાસિન્દ્રા ગામની વચ્ચે હાઈવે પરથી પૂરપાટ જતી ઈંટો ભરેલી એક ટ્રક નં. જી.જે.૦૧સીએક્સ ૬રપ૦ના ડ્રાઈવરે બેફિકરાઈપૂર્વક ટ્રક હંકારી બાઈકને ટક્કર મારતા બાઈક સવાર પંકજકુમાર રમણભાઈ દરજી રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભૂર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રકનો ડ્રાઈવર ટ્રક ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ અસલાલી પોલીસને થતા આઉટપોસ્ટ પોલીસ ચોકીના પીએસઆઈ વી.એન.પુનીકરે જરૂરી પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવના પગલે ધોળકાના ભાલાપોળ-ખારીકૂઈ વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.