(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૩૧
૩૧મી ડિસેમ્બરને અનુલક્ષી જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારીના હેતુસર જિલ્લા પોલીસ વડા આર.વી. અસારીએ ખાસ એક્શન પ્લાન બનાવી વ્યુહાત્મિક જગ્યાએ નાકાબંધી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિણામલક્ષી કામગીરી કરવા જિલ્લાના અધિકારીઓને ખાસ સૂચના કરેલ. તેના ભાગરૂપે અસલાલી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. આર.આર. રાઠવા તથા ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના ઈ.પોલીસ ઈન્સ એન.એમ. ચૌધરી બંને પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો બાતમી આધારે મહીજડા ગામની સીમ સાબરમતી નદીની પડતર સરકારી જમીનમાં રોહિતભાઈ દેવુભાઈ માલાભાઈ ચુનારા મૂળ રહે. કાવીઠા ગામ, ચુનારાવાસ, તા.બાવળા, જિ. અમદાવાદ હાલ રહે. મહીજડા ગામની સીમ, સાબરમતી નદી ભાઠ્ઠામાં તા. દસક્રોઈના ભોગવટાવાળા ખેતરમાં ડાંગરના ઘાસના પૂળિયા નીચે સંતાડેલ એપિસોડ ક્લાસિક વ્હીસ્કી ૭પ૦ એમએલની કંપની શીલ બંધ બોટલો નંગ-૩, ૭૮૦ (પેટી નંગ-૩૧પ) કિ.રૂા. ૧૮,૯૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમો ઝડપાયા હતા. જેમાં
(૧) રોહિતભાઈ દેવુભાઈ માલાભાઈ ચુનારા (મૂળ રહે. કાવીઠા ગામ, ચુનારાવાસ, તા.બાવળા, હાલ રહે. મહીજડા ગામની સીમ)
(ર) અફજલ ઈકરાર નુરમોહંમદ મીરઝા (રહે. બી/૧૯૭,૧૯૮ ન્યુ ફેશલ નગર બીઆરટીએસ વર્કશોપની પાછળ નારોલ રોડ દાણીલીમડા અમદાવાદ)
(૩) રિઝવાન મુમતાઝલી કુરેશી (રહે. બ્લોક નં.૧૧, પરિક્ષીતલાલ નગર ત્રણ નંબરની કબાડી પાસે બહેરામપુરા, અમદાવાદ)નો સમાવેશ થાય છે.
આરોપીઓના કબજામાંથી એપિસોડ ક્લાસિક વ્હીસ્કી ૭પ૦ એમએલ કંપની શીલ બંધ બોટલો નંગ-૩૭૮૦ (પેટી નં.૩૧પ) કિ.રૂા. ૧૮,૯૦,૦૦૦/-નો મુદ્દામાલ ક્યાંથી અને કેવી રીતે મેળવેલ હતો તથા અન્ય બીજા કોણ સહ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ ? તે દિશામાં તપાસ હાથ ધરેલ છે.