(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.ર૧
ધોળકા તાલુકાના નેસડા ગામમાં શ્રાવણ માસ નિમિત્તે ચાલતા જુગારધામ ઉપર ધોળકા ટાઉન પોલીસે રેડ પાડી ચાર ઈસમોને રંગે હાથ ઝડપી લીધા હતા, જ્યારે ત્રણ ઈસમો નાસી છૂટ્યા હતા. ધોળકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પો.ઈન્સ. એલ.બી. તડવી, ધોળકા ટાઉન પો.સ્ટે.એ ખાનગી બાતમીદારથી માહિતી મેળવેલ કે નેસડા ગામ, શામળિયા ખોડિયાર મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમે રમાડે છે. જે આધારે પો.ઈન્સ. એલ.બી. તડવીએ રેઈડિંગ, પાર્ટીના માણસો પો.સબ. ઈન્સ. ડી.વી. હડાત, પ્રો.પો.સબ.ઈન્સ. જી.એમ. પાવરા તથા સ્ટાફને સાથે રાખી રેડ કરી હતી. જયેશભાઈ કેશવભાઈ પટેલ, લાલજીભાઈ હઠીસિંગ રાઠોડ, કૌશિકભાઈ મનસુખભાઈ પટેલ, રાવજીભાઈ ભોપાભાઈ કો.પટેલ (ચારેય રહે. નેસડા, તા. ધોળકા)ને પકડી પાડી અંગ જડતીના રૂપિયા ૧૯,૮૦૦/- તથા દાવ ઉપરના રૂપિયા ૬૯૦૦/- ગંજીપાના મળી કુલ કિં.રૂા. ર૬,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી તથા રેઈડ દરમિયાન નાસી ગયેલ મયુરભાઈ દિનેશભાઈ મકવાણા, રાજેશભાઈ રણછોડભાઈ જાદવ, નાનુભાઈ ભુરાભાઈ જાદવ (તમામ રહે. નેસડા ગામ, તા. ધોળકા) તમામ ઈસમો વિરૂદ્ધમાં જુગારધામ કલમ ૧ર મુજબ ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.