કોલંબો, તા.૩૧
પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોની ૩૦૦ વન-ડે મેચ રમનાર છઠ્ઠો ભારતીય અને વિશ્વનો ર૦મો ક્રિકેટ બની ગયો છે જેને સચિન તેન્ડુલકરે વિશેષ સિદ્ધિ ગણાવી છે ધોનીએ શ્રીલંકા વિરૂધ્ધ ચોથી વન-ડેમાં ઉતરતાની સાથે જ આ સિદ્ધિ મેળવી. ભારત તરફથી જો કે આ તેની ર૯૭મી મેચ છે. આ વિકેટકીપર બેટસમેને ત્રણ મેચ એશિયા ઈલેવન તરફથી વિશ્વ ઈલેવન વિરૂધ્ધ રમી હતી. ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ અર્ધસદી પૂરી કરવા માટે એક અર્ધસદીની જરૂર છે. જો કે આજે તે ૪૯ રને અણનમ રહ્યો. જો તે આજે એક સ્ટમ્પીંગ કરી લેશે તો વન-ડેમાં ૧૦૦ બેટસમેનોને સ્ટમ્પીંગ કરનાર પ્રથમ વિકેટકીપર બની જશે. ધોનીને આ સિદ્ધિ બદલ સચિન અને રૈનાએ શુભેચ્છા પાઠવી છે. ઈશાન્ત શર્માએ ટ્‌વીટ કરીને લખ્યું છે કે માહી ભાઈ તમારા જેવો કોઈ નહીં.