નવી દિલ્હી, તા.ર૩
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી, ધોની, સાઈના નેહવાલને પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો જેવા દિગ્ગજ એથલીટો સાથે વિશ્વના ૧૦૦ ટોચના ખેલાડીઓની ઈએસપીએન યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. કોહલીએ ટોપ ૧૦૦માં જ્યા ૧૧મું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો ધોની ર૦માં સ્થાને છે વિશ્વભરના વિભિન્ન રમતોના ૧૦૦ દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં કુલ ૧૧ ભારતીય એથલીટ છે જેમાંથી નવ ક્રિકેટર છે. રોહિત શર્મા (૩૦), સુરેશ રૈના (૪૧), યુવરાજસિંહ (પ૭), અશ્વિન (૭૧મા), હરભજનસિંહ (૮૦મા), ગંભીર (૮૩)માં અને શિખર ધવન (૯૪)માં સ્થાને છે. ક્રિકેટરો ઉપરાંત બે ભારતીય મહિલા ખેલાડીઓએ પણ ટોચના ૧૦૦ એથલીટોમાં સ્થાન મેળવ્યું છે. એમાં સાઈના નેહવાલ પ૦મા અને સાનિયા મિર્ઝા ૧૦૦માં સ્થાને છે. વિશ્વમાં ફેસબુક ઉપયોગના મામલામાં સૌથી આગળ રહેનાર ભારતમાં પ્રશંસકોએ પોતાના ખેલાડીઓને અનેક મોટા વિદેશી ખેલાડીઓથી આગળ પહોંચાડવામાં મદદ કરી છે.