મુંબઇ,તા.૨૩
વર્લ્ડકપ-૨૦૧૯માં સેમિફાઈલનલથી ટીમ ઇન્ડિયાની વિદાઈ બાદ મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસને લઈને ચર્ચાઓએ જોર પકડ્યુ છે. જો કે તેમના વર્લ્ડ કપ પછી ભારત પરત આવતા સંન્યાસ લેશે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ. પણ આનુ થયુ નહી. હવે માનવામાં આવી રહ્યુ છે કે ધોની આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર ટી-૨૦ વર્લ્ડ કપ સુધી ટીમ સાથે જોડાયેલ રહેશે.આ તમામ અટકળો વચ્ચે ટીમ ઈન્ડિયાએ પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે ધોનીને સંન્યાસને લઈને મોટુ નિવેદન આપ્યુ છે.
જો કે ધોની ક્યારે સંન્યાસ લેશે એ અંગે અફવાઓ હજુ પણ પૂર જોશમાં છે. આ તમામ વચ્ચે વીરેન્દ્ર સહેવાગે કહ્યુ છે કે જો પસંદકર્તાને લાગી રહ્યુ છે કે ધોની ટીમમાં યોગદાન નથી આપી રહ્યો તો ધોનીને કહી દેવુ જોઈએ કે આ તેની છેલ્લી સીરીઝ છે.
ક્ષેત્ર સંન્યાસ ક્યારે લેવો એ સંપૂર્ણ પણે ધોની પર આધારીત છે અને તેનો અધિકાર છે. જો ધોનીને લાગે છે કે તે હજુ પણ રમવા માટે સમર્થ છે અને પૂર્ણ યોગદાન આપી શકે તેમ છે તો ધોનીએ આગળ પણ રમતુ રહેવુ જોઈએ. આ મામલે પસંદગીકર્તાઓ અને ખેલાડીઓ વચ્ચે વાતચીત થાય તે ખુબજ જરૂરી છે.
સહેવાગે આગળ કહ્યુ કે હું નથી જાણતો કે પસંદગીકર્તાઓ અને ખેલાડીઓ વચ્ચે આ મામલે કોઈ વાતચીત થાય છે કે કેમ હું તો ફક્ત મુખ્ય પસંદગીકર્તાને એ સંદેશ પાઠવુ છુ કે એમએસકે પ્રસાદે કહ્યુ હતુ કે ધોની તેમની પહેલી પસંદ નથી તો તેમણે સ્પષ્ટ પણે ધોનીને આ વાત કરી દેવી જોઈએ.