અમદાવાદ, તા.૩
ફતેહવાડીના બે યુવાનોને ગુપ્તાનગર પાસે ઘેરીને માર મારનારા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં પોલીસની આનાકાની બાદ જાગૃત નાગરિકોએ પોલીસ સ્ટેશને જઈને વાત કરતા આખરે પોલીસે આખરે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના સરખેજના ફતેહવાડીમાં રહેતા મો.ઉમર શેખે વાસણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના મિત્ર આફ્રિદી શેખ, ઉજેદખાન સાથે રવિવારે બપોરે ફતેહવાડીથી લાલદરવાજા ખરીદી કરવા બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે બપોરે એપીએમસી માર્કેટ પાસે એક એક્ટિવાચાલકે તેમની બાઈક આગળથી અચાનક ટર્ન મારતા તેમણે એક્ટિવાચાલકને ગાડી જોઈને ચલાવવા કહ્યું હતું ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી એક્ટિવાચાલકે આગળ જઈને ગુપ્તાનગર પાસે આવેલા ખેતલાઆપા ટી સ્ટોલે એક્ટિવા રોકીને તેના અન્ય ત્રણ સાથીદારોને બોલાવીને મો.ઉમર, આફ્રિદી અને ઉજેદખાન જઈ રહ્યા હતા તે બાઈકને રોકીને તેમની સાથે ગાળાગાળી કરીને લાકડી વડે માર માર્યો હતો. જેમાં મો.ઉમર અને આફ્રિદીને ઈજા થઈ હતી જ્યારે ઉજેદખાને પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસની વાન આવતા ચારેય આરોપીઓ નાસી ગયા હતા ત્યારે માર મારનારા ચારેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મો.ઉમરે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ચારેય આરોપીઓને પકડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, ગુપ્તાનગરમાં બે યુવકને માર મારવાના કેસમાં તેઓ ફરિયાદ નોંધાવવા વાસણા પોલીસ સ્ટેશને ગયા હતા, પરંતુ વાસણા પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધી ન હતી તેમજ ફરિયાદી સાથે જ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનો આક્ષેપ પણ ફરિયાદીએ કર્યો છે ત્યારે આ મામલે એનજીઓ ચલાવતા સામાજિક કાર્યકર કૌશરઅલી સૈયદ સહિતના આગેવાનોએ વાસણા પોલીસ સ્ટેશને જઈને ગુપ્તાનગરમાં મારામારી કેસમાં ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી. જેને પગલે પોલીસે ફરિયાદ નોંધી ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ફરિયાદી સાથે અણછાજતું વર્તન કરનારા કોન્સ્ટેબલ સામે પગલાં ભરા

સામાન્ય તકરારની અદાવતમાં ગુપ્તાનગર ખાતે બે યુવકોને ઘેરીને ચાર શખ્સોએ માર મારનારા કેસમાં પોલીસ ફરિયાદ નોંધાવવા ગયેલા ફરિયાદી સાથે પોલીસે અણછાજતું વર્તન કર્યું હતું. જેની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી ત્યારે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સાથે અણછાજતું વર્તન કરી જાતિ વિરૂદ્ધ ટિપ્પણી કરનારા કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવવા હમારી આવાજ અને દલિત મુસ્લિમ એકતા મેચના કાર્યકરો ગયા હતા. છતાંય વાસણા પોલીસે કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધી નહીં. એટલે સામાજિક કાર્યકર કૌશરઅલી સૈયદે પોલીસ કંટ્રોલમાં ફોન કરતા ૧૦૦ની વાત આપી હતી. જેના ફરિયાદીઓ સાથે ગેરવર્તન કરનારા કોન્સ્ટેબલ રસિક ઠાકોર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અરજી કરી હતી.ે