ધોરાજી, તા.ર૬
ધોરાજીના જૂના ઉપલેટા રોડ તથા કુતિયાણા તાલુકાના વાડાળા ગામે થયેલ બાઈક ચોરીના આરોપીને બે મોટરસાયકલ સાથે ધોરાજી પોલીસે પકડી પાડેલ છે.ધોરાજી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. શ્રી જે.વી. વાઢિયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી આધારે ધોરાજી પોલીસે બાઈક ચોરીના આરોપી વિપુલ રાજા ભારાઈ રબારી (રહે. વડાળા તા. કુતિયાણા)ને પકડ્યો હતો. તેની આગવી ઢબે પૂછપરછ કરતા પોતે અન્ય એક મોટરસાયકલ ચોરીની કબૂલાત કરી હતી. અન્ય એક મોટરસાયકલ કબજે કરવામાં આવેલ. જે કુતિયાણા પો. સ્ટેશન હેઠળના વાડાળા ગામેથી ચોરી હતી. આમ કુલ બે બાઈક તથા મોબાઈલ એક મળી કુલ કિં.રૂા. ર૯પ૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. બાઈકચોરીના અનડિટેક્ટ ગુના ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરવામાં આવેલ છે.
ધોરાજી : બે બાઈક ચોરીના આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા

Recent Comments