(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.૧
ધ્રાંગધ્રા શહેરમાં પોલીસનો ખોફ અને રોફ બંને ખતમ થઈ ગયા છે. દારૂ-જુગાર બળાત્કાર તથા છેડતીના બનાવ માટે ધ્રાંગધ્રા કુખ્યાત બન્યું છે. જિલ્લા પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ જોવા મળે છે. ત્યારે ધ્રાંગધ્રામાં વેપારીના ઘરમાં ચાર જેટલા બુકાનાધારી હથિયારો લઈને ઘૂસ્યા હતા. પરંતુ તેમની ચાલ અને લૂંટનો પ્રયાસ વેપારીની હિંમત અને સતર્કતાથી નિષ્ફળ નિવડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપર મહાવીર પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા મનાભાઈ પૂજારા પોતે જીરાનો મોટાપાયે વેપાર કરે છે અને જીરાનો મોટો કારોબાર ચલાવતા હોવાના કારણે તેમની પાસે રોકડ રકમ રાખવાની ફરજ પડતી હોય છે. કારણ જીરૂ વેચવા આવેલા ખેડૂત કે વેપારીઓને જીરાના પેમેન્ટ કેસથી કરવા પડતા હોય છે.
ત્યારે આ રોકડ રકમ ઘરે રાખતા હોવાના આ લૂંટારુંઓને રેકી કરવા અને દૈનિકક્રમથી નજર રાખવામાં આવી હોય તેમ જણાય છે. ત્યારબાદ પ્લાન બનાવી ઓપરેશન પાર પાડવાની ઘટના બનવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના દસથી સાડા દસ વચ્ચે પોતાના ઘરમાં મનાભાઈ પૂજારાએ પ્રવેશ કર્યો. એવા જ અરસામાં ચાર બુકાનીધારી શખ્સો સિધા જ છરી વડે મોઢા ઉપર ડૂચો મારી મનાભાઈના હાથમાં રહેલ થેલી અને થેલીના રહેલ રોકડ રકમ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યોર મનાભાઈ પૂજારાએ આ બુકાનીધારી શખ્સોની સામે હિંમત રાખી અને ઝપાઝપી કરી સખત સામનો કરતા લૂંટારુંઓની પકડમાંથી છટકી ઘરની બહાર નીકળી ગયા હતા અને મોટા અવાજે બુમરાડ કરવા લાગ્યા હતા. ત્યારે લતા અને સોસાયટી વિસ્તારના લોકો એકઠા થઈ જતા બુકાનીધારી લૂંટારૂઓને લૂંટ ચલાવ્યા વગર પરત જવાની ફરજ પડેલ હતી.
આ લૂંટ અને લૂંટનો પ્લાન ઘડીને આવેલા લૂંટારુંઓની જાણકારી ધ્રાંગધ્રા પોલીસને આપવામાં આવતા આ લૂંટારુંઓની માહિતી અને સગડ મેળવવા માટે પોલીસ કાર્યરત બની હતી. લોકો દ્વારા પોલીસને લૂંટારુંઓ બાઈક લઈને આવ્યા હોવાનું જણાવેલ હતું જે બાઈક લૂંટની જગ્યાથી થોડે દૂર મુકાયા હતી અને લોકો દ્વારા બાઈકના નંબર સિરીઝ આપવામાં આવતા ધ્રાંગધ્રા પોલીસે મહાવીર પાર્ક સોસાયટીના પટી વિસ્તારના રહેવાસીઓ અને મનાભાઈ પૂજારાના નિવેદન અને લતાવાસીઓએ આપેલ બાઈકના નંબરના આધારે તપાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ લૂંટના બનાવથી સોસાયટી વિસ્તારના લોકો ડરી ગયા છે. ત્યારે સઘન પેટ્રોલિંગ તથા કડક ઓફિસર મૂકવા માટેની માંગ કરવામાં આવેલ છે. તો બાઈક નંબરના આધારે હાલમાં આરોપીઓની ઓળખ પણ મળી ગયેલ હોવાનું જાણવા મળેલ છે.