(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૨૮
કદમ હોય અસ્થિર જેના રસ્તો તેને જડતો નથી …અડગ મન ના મુસાફર ને હિમાલય કદી નડતો નથી …આ સૂત્ર ને સાર્થક કર્યું છે આણંદ ના એક વિદ્યાર્થી એ વિકટ પરિસ્થિતિ માં પણ આ વિદ્યાર્થી એ ધોરણ ૧૦ ની પરીક્ષા દરમિયાન ગાય ભેંસોના તબેલામાં બેસી સખત મહેનત કરી અભ્યાસ કરી ઉચ્ચ ગુણ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવાયેલી ધોરણ ૧૦ની બોર્ડની પરિક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે આણંદ જિલ્લાનું સરેરાશ ૬૦.૩૩ ટકા પરિણામ જાહેર થયું છે પરંતુ સૌથી મહત્વ ની જો વાત કરીયે તો વિકટ અને આર્થિક પરિસ્થીતી મુશ્કેલ હોવા છતાં પણ ધ્રુવ પટેલ નામ ના વિદ્યાર્થી એ ૯૩.૬૪ ટકા સાથે ૯૯.૭૬ પર્સનટાઈલ રેન્ક મેળવી એ ૧ ગ્રેડ હાંસલ કરી પોતાના માતા પિતા અને શાળા નું નામ રોશન કર્યું છે
આણંદ જિલ્લા ના પીપળી ગામ ના વતની અને પોતાના સંતાન ના અભ્યાસ માટે વિદ્યાનગર વસેલા ૧૦ બાય ૧૦ની ભાડાના રૂમમાં રહેતા પિનાકીન પટેલ પોતે ડ્રાંઇવિંગ તેમજ માતા એ હોટેલ માં નોકરી કરી પોતાના સંતાન ને ઉચ્ચ અભ્યાસ આપવા નું સ્વપ્ન જોયું હતું અને આજે આ સ્વપ્ન તેમના દીકરા ધ્રુવે સાકાર કર્યું છે પૂરતી વ્યવસ્થા ન હોવાને લીધે ધ્રુવ પટેલે ભાડા ના મકાન ની બાજુ માં આવેલ તબેલા માં અભ્યાસ કરી આજે આ સિદ્ધિ હાંસલ કરી છે આગળ જતા ધ્રુવ આઇપીએસ ની પરીક્ષા આપી દેશ ની સેવા કરવાના સ્વપ્ન જોઈ રહ્યો છે અને તેના માતાપિતા અને પાડોશીઓ ને પણ પૂર્ણ વિશ્વાસ છે કે ધ્રુવે જોયેલું સ્વપ્ન ભવિષ્યમાં શાકાર થાય
આ અંગે ધ્રુવ પટેલએ જણાવ્યું હતું આજે જાહેર થયેલ પરિણામ માં મેં ૯૩ ટકા મેળવ્યા છે આનો શ્રેય હું મારા માતાપિતા અને પાડોશીઓ સહીત શાળા ના શિક્ષક ગણ ને આપી તેમનો આભાર માનું છું ભવિષ્ય માં હું આઇપીએસ ની પરીક્ષા આપી દેશ સેવા કરવા માંગુ છું
ધ્રુવ પટેલની માતા પારૂલ પટેલએ જણાવ્યું હતું કે મારા દીકરા એ આજે અમારું સ્વપ્ન સાકાર કર્યું છે આજે ખુશી છે કે તેની મહેનત નું પરિણામ મળ્યું છે
ધ્રુવ પટેલનાં પિતા પિનાકીન પટેલએ કહ્યું હતું કે મારા દીકરા ને ભણાવવા અમે વતન છોડી વિદ્યાનગર ભાડા ના મકાન માં રહીયે છીએ હું પોતે ડ્રાંઇવિંગ કરું છું અને ધ્રુવ સતત ૮ કલાક નું વાંચન કરતો હતો અનેક વાર મેં તેને ૬ કલાક ની ઊંઘ લેવાનું જણાવ્યું હતું પરંતુ તે તબેલા માં બેસી વાંચન કરતો હતો હું નોકરી કરતો હોય તેની પર પૂરતું ધ્યાન આપી શકતો નહોતો છતાં પણ આજે તેણે અમારું સ્વપ્ન સાકાર કર્યું છે