ધૂપસળી કહો કે અગરબત્તીનું નામ લેતાં જ એક મનભાવન સુગંધની યાદ મસ્તિષ્કમાં ટકોરા મારી દે છે. અહીં જે તસવીરો પ્રસિદ્ધ કરી રહ્યા છીએ એ જોઈને લાગશે કે અગરબત્તીની તસવીરો પણ કેટલી ઉત્કટ હોઈ શકે…. !!!
બજારમાં ઉપલબ્ધ અલગ-અલગ રંગો અને સુગંધથી ભરપૂર ધૂપસળીઓ આપણા રોજિંદા જીવનમાં વણાઈ ગઈ છે. જુદા જુદા ધર્મોમાં તેનું મહત્ત્વ સરખું છે.
ઉપરોકત તસવીર વિયેતનામમાં આવેલા ફવાંગ ફુકૌ વિસ્તારની છે કે જ્યાં બુદ્ધ સમુદાયના લોકો દ્વારા બનાવાતી અગરબત્તીઓને કલાત્મક રીતે સૂકવવા મૂકી ત્યારની છે. આ તસવીર રંગબેરંગી ધૂપસળીઓ સૂકાઈ ગયા બાદ તેને સુંદર રીતે જુદા-જુદા વૃંદ તરીકે ગોઠવવામાં આવે છે. બૌદ્ધ ધર્મ અપનાવતા દેશો જેવા કે ભારત, ચીન, થાઈલેન્ડ, જાપાન અને વિયેતનામમાં પરંપરાગત તહેવારો હોય કે પછી ધાર્મિક ઉજવણીઓ આ ધૂપસળીનું સ્થાન તેમાં ખૂબ જ મહત્ત્વનું હોય છે. કેટલાક ધર્મના લોકો દ્વારા એવું પણ માનવામાં આવે છે કે ધૂપસળી માનવી અને સ્વર્ગના દરવાજા સુધી પહોંચવા માટેનો શ્રેષ્ઠ સેતુ છે. હજારો વર્ષોથી ધૂપસળીને પૂર્વીય સંસ્કૃતિના ઉત્કૃષ્ટ ચિહ્ન તરીકે જોવામાં આવે છે.
પ્રસ્તુત તસવીરમાં સૂકાઈ ગયેલી ધૂપસળીઓને ભેગી કરી તેને જુદા જુદા સમૂહમાં ગોઠવી રહેલ એક વ્યક્તિ જોવા મળી રહી છે. તેની આજુબાજુમાં રંગબેરંગી ધૂપસળીઓ ગોઠવાયેલી હોવાને કારણે આ નજારો વધુ સુંદર લાગે છે.