ધૂપસળી કહો કે અગરબત્તીનું નામ લેતાં જ એક મનભાવન સુગંધની યાદ મસ્તિષ્કમાં ટકોરા મારી દે છે. અહીં જે તસવીરો પ્રસિદ્ધ કરી રહ્યા છીએ એ જોઈને લાગશે કે અગરબત્તીની તસવીરો પણ કેટલી ઉત્કટ હોઈ શકે…. !!!
બજારમાં ઉપલબ્ધ અલગ-અલગ રંગો અને સુગંધથી ભરપૂર ધૂપસળીઓ આપણા રોજિંદા જીવનમાં વણાઈ ગઈ છે. જુદા જુદા ધર્મોમાં તેનું મહત્ત્વ સરખું છે.
પ્રથમ તસવીરમાં ધૂપસળીમાંથી નીકળતી ધૂમ્રસેરો જોવા મળી રહી છે. આ ધૂપસળી આપણને હંમેશા એવું જ શીખવે છે કે જાતે ‘સળગવું પણ અન્ય કોઈને ના બાળવું સળગતા રહીને પણ દરેકના જીવનમાં સુગંધને રેલાવતા રહેવાનો જબરદસ્ત આધ્યાત્મિક સંદેશ પણ ધૂપસળી આપી જાય છે. પ્રસરતી અગરબત્તીની ધૂમ્રસેરોમાંથી સુગંધ એ માત્ર મનને જ નહીં આત્માને પણ પ્રફુલ્લિત કરી દે છે. ધૂપસળીનો સંબંધ માત્ર સુગંધની સાથે જ નહીં પરંતુ પવિત્રતાની સાથે પણ છે.
દ્વિતીય તસવીરમાં ચંદનના સુગંધિત તેલ અને ફૂલોના અર્કના મિશ્રણથી બનાવવામાં આવેલી સોનેરી અને કળા રંગની ધૂપસળીઓ જોવા મળી રહી છે.
વ્યવસાયિકો દ્વારા આ પવિત્ર ધૂપસળીઓને પરંપરાગત હાથ વણાટની પદ્ધતિથી બનાવવામાં આવે છે. આ ધૂપસળીની પવિત્ર સુગંધ કોઈપણ સ્થળને શાંતિમય બનાવે છે. પ્રસ્તુત તસીવીર આપણા સુરતની ગોલ્ડેર અગરબત્તીની છે.
Recent Comments