સર્જનાત્મક મનથી લીધેલી તસવીરો તમને એક અનેરા વિશ્વ તરફ દોરી જાય છે. કલાકાર કેથરીન નેલ્સનની કારીગરી તમને એક અલગ જ આયામ તરફ દોરી જાય છે. તે સેંકડો તસવીરોના ડિઝિટલ એકીકરણ દ્વારા એક અતિવાસ્તવ વિશ્વનું સર્જન કરે છે. નેલ્સન ઓસ્ટ્રેલિયન કલાકાર છે જેણે “મોલિન રગ”, “હેરી પોટર” અને “૩૦૦” જેવી ફિલ્મોમાં વિઝયુઅલ ઈફેક્ટસ આપીને પોતાની કલાનો પરચો આપ્યો હતો.

જ્યારે હું ફોટોગ્રાફીના માધ્યમનો ઉપયોગ કરૂં છું ત્યારે મને લાગે છે કે હું તે તસવીર લઈ રહી છું જે લેન્સની ફ્રેમમાં દેખાઈ રહી છે. તે મારી આજુબાજુ રહેલા વિશ્વના તથા મારા અંગત અનુભવોને વ્યક્ત નહીં કરે. ચિત્રકારની તાલીમ અને ફિલ્મમાં વિઝયુઅલ ઈફેકટ્‌સના મારા અનુભવને કારણે  મેં એક અલગ જ સ્તરે તસવીર લેવાનું શરૂ કર્યું. નેલ્સન નથી જાણતી કે એક રચનાત્મક તસવીર બનાવવા માટે કેટલી તસવીરની જરૂરિયાત હોય છે. ફક્ત એક જ નિયમ છે, અસંખ્ય તસવીરો લો તેમ નેલ્સને જણાવ્યું. એક આકાશ માટે જ ડઝન તસવીરોની જરૂર પડે છે. તે જુદા જુદા અંતરેથી અને પરિપ્રેક્ષ્યથી તસવીરો લે છે.

shabbir-12દરેક તસવીરને પૂર્ણ થતાં સરેરાશપણે એક મહિનો લાગે છે. ‘સમુદ્ર તટ’ અને ‘એલ્બા’ (ઈટાલીનો એક દ્વીપ)ની તસવીર બનાવતા વધુ સમય લાગે છે. કારણ કે તેમાં વધુ તકનીકી કૌશલ્ય અને સમયની જરૂરિયાત પડે છે. તે જે સ્થળોએ ફોટોગ્રાફી કરે છે તે સ્થળોએ પહોંચવું સરળ છે પરંતુ ત્યાં રહેલા લોકોને દૂર કરવા તેણે વધુ પ્રયત્નો કરવા પડે છે. હોડીમાં બેસીને પાણીની અને આકાશની તસવીર લેવા માટે અલગ પરિપ્રેક્ષ્ય મળી આવે છે. હું કોઈ ભૂમિ-દૃશ્યનું નિરૂપણ નથી કરતી પરંતુ હું તેમાં મારો અનુભવ રેડું છું. કોઈ એક તસવીર લેવાને બદલે હું ઘણી તસવીરો લેવા ઈચ્છું છું અને તેમનું એક જ તસવીરમાં એકીકરણ કરવા ઈચ્છું છું.